શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરાનગર ખાતે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિધ્નહર્તા ગણેશજીની વિદાય કરવામા આવી હતી. શહેરાનગરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા પસાર થઈ શહેરાનગરના તળાવ ખાતે વિસર્જન કરવામા આવ્યુ હતુ. તંત્ર દ્વારા ખાસ તરાપાઓ બનાવાયા હતા,અને તેમા બિરાજમાન કરીને તળાવમા શ્રીજીની નાની મોટી પ્રતિમાઓનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો. શહેરાનગરની સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ ગણપતિની પ્રતિમાનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ.
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ દુદાળાદેવ ગણપતિ દાદાની પ્રતિમાઓનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ. શહેરાનગરમા આવેલી વિવિધ સોસાયટીઓમા ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામા આવી હતી. ભાવિકો દ્વારા પાંચ પાંચ દિવસ સુધી પુજા-આરતી કરીને ધન્યતા અનુભવી હતી.ગણેશજીના પંડાલ વિવિધ રીતે સજાવાયા હતા,ઘણા પંડાલો ખાતે મહાપ્રસાદીનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ.પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ શહેરા ખાતે વિવિધ પંડાલોમા સ્થાપિત ગણેશજીની પ્રતિમાઓનુ વાજતેગાજતે મુખ્ય તળાવ ખાતે વિસર્જન કરવામા આવ્યુ હતુ. ડીજે અને નાસિક ઢોલના તાલે ગણેશ ભક્તોએ નાચગાન કર્યા હતા. શહેરાનગરના વૈજનાથ ભાગોળ, સિંધી ચોકડી,હાલોલ-શામળાજી મુખ્ય હાઈવે, બસ સ્ટેશન વિસ્તાર,મેઈન બજાર, પરવડી બજાર,નાડા રોડ ખાતે પસાર થઈને શહેરાનગરના તળાવ ખાતે ગણેશની પ્રતિમાઓનુ વિસર્જન કરાયુ હતુ.ગણેશજીની પ્રતિમાઓ ટ્રેકટર ટ્રોલીઓ પર શણગારીને મુકવામ આવી હતી. ગણેશ ભાવિકો એકબીજા પણ ગુલાલ છાટીને ગણપતિ દાદા મોરીયા અગલે બરસ તુ જલદી આનાના ગગનભેદી નારા લગાવ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો,શાંતિપુર્ણ માહોલમા ગણેશ વિસર્જન સંપન્ન થયુ હતુ.