અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખાના ધનસુરા ઘટકના નાની ગુજેરી ગામની આંગણવાડી છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં છે,એનું કારણ એવું છે કે નાની ગુજેરી ગામની આંગણવાડી કેન્દ્ર માં ગામની શિક્ષિત મહિલાની ભરતી કરવામાં ન આવતા,ગ્રામજનો દ્વારા નિમણુંક કરાયેલ કાર્યકર અને તેડાગર કર્મીને,આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ ના કરવાની સાથે કેન્દ્ર ને તાળું મારી બંધ કરી દેવામાં આવી હતી,જેને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે,અનેક વાર સંબધિત અધિકારીઓ ને રજુઆત કરવામાં આવી છતાં ધ્યાને લેવામાં ન આવતા,અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આખરે અરવલ્લી જિલ્લા અધિક કલેકટરને રજુઆત કરતા, પ્રોગ્રામ ઑફિસરને સુખદ નિરાકરણ લાવવા તાકીદ કર્યા હતા,ત્યાર બાદ થોડા દિવસ પૂર્વે ધનસુરા સીડીપીઓ ની ટીમને ગામની વિઝીટ કરી આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ ગામજનો તેમણી માંગ સાથે અડગ હોવાનું પંચનામા માં લખી આપતા,તંત્ર દ્વારા આંગણવાડી ને ફરી કાર્યરત કરવા એક્શન મોડમાં આવ્યું છે,આજે પોલીસ ને સાથે રાખી,તેડાગર બહેન આંગણવાડી કેદ્ર ખાતે પહોંચ્યા હતા અને ગામની બંધ આંગણવાડી ને ખોલવામાં આવી હતી,પરંતુ સવાલ એ છે કે, ICDS વિભાગના કોઈ અધિકારી હાજર ન રહેતા સવાલો ઉઠ્યા હતા,કેમ માત્ર તેડાગર બહેન ને આગળ કરવામાં આવ્યા તે એક સવાલ છે,જ્યાં સુધી માંગ નહિ સંતોષાય ત્યાં સુધી બાળકોને આંગણવાડી કેન્દ્ર માં નહીં મોકલવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.