અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મોહનપુર ગામ પાસે જય જલારામ ભજન મંડળ, વાંકાનેર ગામના સેવાભાવી કર્મઠ કાર્યકર્તાઓ ધ્વારા સંચાલિત વિસામો રાત – દિવસ ધમધમતો વિસામો અંબાજી તરફ જઈ રહેલ હજજારો પગપાળા પદયાત્રીઓ માટે આશીર્વાદ રૂપ સમાન પુરવાર થઈ રહ્યો છે.સવારે ચા – નાસ્તો, બપોરે જમવાનું, સાંજે ચા – નાસ્તો, પુરી – શાક અને મોહનથાળ, દાળ – ભાત અને શીરો, ખીચડી, કઠી અને બુંદી નું પાકું ભોજન પગપાળા યાત્રાળુઓને પીરસવામાં આવે છે.
જય જલારામ ભજન મંડળ, વાંકાનેર ગામના સેવાભાવી મનહરભાઈ પટેલ, રસોઈયા રાજુભાઈ પુરોહિત, નટુભાઈ મોઢપટેલ, ભેટાલી ગામના કિરણભાઈ પટેલ સહિત સેવાભાવી કાર્યકરો તન – મન – ધન થી પગપાળા પદયાત્રીઓની સેવામાં ખડેપગે રાત – દિવસ સેવા આપી રહ્યા છે.આ વિસામામાં આશરે ૫૧,૦૦૦ થી વધુ પગપાળા પદયાત્રીઓએ અમુલ્ય સેવાનો લાભ લીધો હતો.