મેઘરજ 1 જૂથની તમામ શાળાઓએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો દરેક શાળામાંથી બે બાળ વૈજ્ઞાનિક અને માર્ગદર્શક શિક્ષકોએ હાજરી આપી હતી મેઘરજ 1 જૂથના જૂથ મંત્રી રીટાબેન શાહ અને સીઆરસી શૈલેષભાઈ પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જે બાળકો પોતાની કૃતિ લઈને આવ્યા હતા તેઓએ પોતાની કૃતિનું માર્ગદર્શનઅને સમજ આપી હતી.
સમગ્ર કૃતિઓનું મૂલ્યાંકન કરવા હેતુ નિર્ણાયક તરીકે મેઘનાબેન પંડ્યા ઈશ્વરભાઈ પ્રજાપતિ અને વનિતાબેન દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કૃતિ બનાવવા પાછળનું હેતુ એ હતો કે વ્યવહારિક જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય છે તેને સુંદર અને સરસ રીતે બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકોએ માહિતી આપી હતી સી.આર.સી તેમજ શિક્ષકો એ દરેક કૃતિનું નિરીક્ષણ પણ કર્યું હતું ને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સી.આર.સી દ્વારા શિક્ષકોને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત કલા મહોત્સવનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ સર્જાત્મક શક્તિઓનો વિકાસ થાય તેવું બાળકો દ્વારા પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું