હાલ સમગ્ર દેશ માં ભારે ધામધૂમ પૂર્વક ગામપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણપતિ ની મૂર્તિ જળ માં વિસર્જિત કરતી વખતે પ્રદુષણ ના ફેલાય એ માટે મેઘરજ માં નાના ભૂલકાઓ એ પ્રદુષણ મુક્ત ગણેશ બનાવી પ્રેરણાદાયી આરાધના કરી
મેઘરજ ની પંચવટી સોસાયટી માં રહેતા ભાટિયા પરિવાર ના ધ્યાની અને પ્રેરક બંને ભાઈ બહેન ને ગણેશજી પર અતૂટ શ્રદ્ધા છે ત્યારે આ ગણપતિ મહોત્સવ માં બંને ભાઈ બહેને પોતાના નિવાસ સ્થાને ગણપતિ નું અનોખું સ્થાપન કરેલ છે ,ગણેશજી ની મૂર્તિ જળ માં પધરાવતી વખતે બીજા કોઈ અન્ય પદાર્થો વળે બનાવેલ ગણપતિ ની મૂર્તિ નું જળ માં વિસર્જન કરવાથી કેટલાય જળચર જીવ જંતુઓ નો નાશ થતો હોય છે અને પાણી માં પ્રદુષણ ફેંલાતું હોય છે જે ખુબજ નુકશાન કારક હોય છે
મેઘરજ ની પંચવટી સોસાયટી માં રહેતા આ બંને ભાઈ બહેને પ્રદુષણ અને અન્ય બાબતો નો ખ્યાલ રાખીને ઇકોફ્રેન્ડલી ગણપતિ જાતે બનાવ્યા છે ,ઘઉં નો લોટ લઈ ને ગણપતિ નું સ્વરૂપ તૈયાર કરી ને તેમાં સરસ મજાના માટી કલર પુરી ને આકર્ષક બનાવ્યા છે અને ઘરમાં જ એક થાળી માં સ્થાપિત કરી ને પૂજન અર્ચન કર્યું છે અને ઘઉં ના લોટ ના ગણપતિ જળ માં પધરાવવાથી પાણી માં રહેતા જીવજંતુઓ પણ ખોરાક તરીકે ઉપયોગ માં લેશે આમ અનોખી પ્રેરણાદાયી ભક્તિ થી ગણપતિ નું આરાધન કર્યું