મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી કનઈ પ્રી પ્રાઈમરી શાળામાં દાદા-દાદી દિવસનું આયોજન કરી આ દિવસની ઉજવણી ખાસ અને અનોખી રીતે કરવામાં આવી. હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે તેને ધ્યાન માં રાખી ને કાર્યક્રમ નુ નામ Elder’s Blessing with Ganesha રાખ્યું હતું. જેનો મતલબ થાય છે કે ગણેશજી ના સાથે વડીલો ના આશીર્વાદ. દિવસને યાદગાર બનાવવા માટે શાળામાં બાળકો અને તેમના દાદા-દાદી માટે વિવિધ રચનાત્મક અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉજવણીની શરૂઆત બાળકો ના નૃત્ય સાથે થઈ, જેના દ્વારા તેમણે પોતાના દાદા-દાદી પ્રત્યેની પ્રેમ અને આદરની લાગણીઓ વ્યક્ત કરી. દાદા-દાદી માટે ખાસ ગેમ્સ નો પણ કાર્યક્રમ યોજાયો, જેમાં તેમને પોતાના પ્રિય બાળકો સાથે ખૂબ મોજ કરી.મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી બીપીનભાઈ ર. શાહ એ દાદા-દાદી સાથે સંવાદ કર્યો અને જણાવ્યું કે આ દિવસનું આયોજન માત્ર મનોરંજન માટે જ નહીં, પરંતુ બાળકો અને તેમના દાદા-દાદી વચ્ચેના સંસ્કાર અને સંબંધને મજબૂત બનાવવા માટે પણ હતું.
આ કાર્યક્રમ માં મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી બીપીનભાઈ ર. શાહ , મંત્રીશ્રી ધિરેનભાઈ પ્રજાપતિ, શ્રી નીખીલભાઈ શાહ, શ્રી કિરીટભાઇ કે શાહ તથા મંડળ ના હોદ્દેદારો તેમજ બી કનઈ શાળા ના કેમ્પસ ડાયરેક્ટર શ્રી જે. પી. ઉપાધ્યાય, વાઇસ પ્રિન્સિપાલ શ્રી વીકી ડી. સોની તેમજ શ્રીમતી કાશ્મીરાબેન સોની ઉપસ્થિત રહીને દાદી-દાદી, બાળકો તેમજ શિક્ષકો ને પ્રોત્સાહન આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો , તેમજ શિક્ષિકા બહેનો ની કામગીરી ને બિરદાવી હતી. આ કાર્યક્રમ સફળ થવા બદલ બી કનઈ શાળા ના આચાર્ય શ્રીમતી સોનલબેન ભાવસાર ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
દાદા-દાદી જીવનના અનુભવોનો ખજાનો છે અને તેમના સાનિધ્યમાં બાળકોને તેમના જીવનનાં મૂલ્યો અને પરંપરાઓનું જ્ઞાન મળે છે.આ વિશેષ પ્રસંગે શાળાએ બાળકો અને તેમના દાદા-દાદી માટે મળનારા સંસ્કાર અને પ્રેમનું મહત્ત્વ ઉજાગર કર્યું. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને વધારવા માટે આ દિવસ એ મહત્ત્વપૂર્ણ સાધનરૂપ બની રહે છે.આ રીતે બી કનઈ પ્રી પ્રાઈમરીશાળાએ દાદા-દાદી દિવસને યાદગાર અને અર્થપૂર્ણ બનાવ્યો, જે બધા માટે વિશેષ સ્મૃતિઓ સાથે છવાઈ રહ્યો.