ભારે ભરખમ લોકર તોડી, ચોરી કરનાર ઈસમ પોલિસ સકંજામાં
અરવલ્લીના મેઘરજમાં આવેલ ફાઈનાન્સમાં કરી હતી ચોરી
9,65 લાખની રોકડ ચોરી કરી થયા હતા પલાયન
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે પૂરેપુરી રોકડ કબજે કરી
રૂપિયા ભાગ પાડવા જતાં, પહેલા જ આરોપીઓ પકડાઈ ગયા
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ફાઈનાન્સ માં ચોરીની ઘટનાને અંજામ આપનાર શખ્સોને પોલિસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. મેઘરજ તાલુકા પહાડિયા ખાતે આવેલી, માઈક્રો ફાઈનાન્સમાં ચોરીની ઘટના ઘટી હતી. 9 સપ્ટેમ્બરના રોજ રાત્રિના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા, જ્યાં સત્યમ કોમ્પ્લેક્ષમાં આવેલી ફાઈનાન્સનું તાડુ તોડીએ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બે દિવસ દરમિયાન ફાઈનાન્સમાં જમા થયેલ રોકડ 9 લાખ 65 હજાર 52 રૂપિયા, લોકરમાં મુકેલા હતા. ફાઈનાન્સમાં પહોંચેલા તસ્કરો ભારેભરખમ, આખેઆખુ લોકર ઉપાડી ગયા હતા. સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈ, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એચ.પી.ગરાસીયા તેમજ તેમની પોલિસ ટીમ એ ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારોના આધારે બાતમી મળી હતી કે, મેઘરજ સત્યમ કોમ્પ્લેક્ષમાં આવેલા ફાઈનાન્સમાં ચોરીમાં વરરાયેલ બોલેરો પીક અપ ડાલા નંબર GJ17TT9755 ના માલિક રામચંદભાઈ ઉર્ફે ભાયો શનાભાઈ ડામોર તેમજ પ્રકાશકુમાર નટવરભાઈ ડામોર તેમજ લક્ષ્મણભાઈ રૂપાભાઈ ડામોર ભેગા મળી પૈસા ભરેલ લોકરની ચોરી કરી છે, તેલોકર રામચંદના ઘર પાસે પથ્થરો નીચે માટીમાં દાટી સંતાડી રાખેલ છે, જે રામચંદ ઉર્ફે ભાયો તથા પ્રકાશકુમાર નટવરભાઈ ડામોર બહાર કાઢી રામચંદના ઘરે ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલિસ ત્રાટકી હતી અને બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
આ સમગ્ર ઘટનાનામાં ફાઈનાન્સ ના ચાલુ કર્મચારી, પૂર્વ કર્મચારી તેમજ એક અન્ય વ્યક્તિની સંડોવણી હતી, પોલિસે ત્રણમાંથી બે વ્યક્તિનો દબચ્યો છે, જેમાં ફાઈનાન્સનો ચાલુ કર્મચારી, પ્રકાસ નટવરભાઈ ડામોર તેમજ પીક અપ ડાલાનો માલિક રામચંદભાઈ ઉર્ફે ભાયો શનાભાઈ ડામોરનો સમાવેશ થાય છે, જ્યારે ફાઈનાન્સ નો પૂર્વ કર્મચારી લક્ષ્મણભી રૂપાભાઈ ડામોર પોલિસ પકડથી દૂર છે, જેને ઝડપી પાડવા પોલિસે કવાયત તેજ કરી છે.
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોરી થયેલ પૂરેપુરી રકમ 9,65,052, મોબાીલ ફોન નંગ 2 કિં. – 10,000, લોકર કિ.રૂ. 18,000, મહિન્દ્રા બોલેરો પીક અપ ડાલુ કિં.રૂ. 5 લાખ મળીને પોલિસે કુલ 14 લાખ 93 હજાર 52 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલિસે પ્રકાશકુમાર નટવરભાઈ ડામોર, ઉ.વ, 28. રહે. બેલ્યો, તા. મેઘરજ, જિ. અરવલ્લી (માઈક્રો ફાઈનાન્સ બ્રાન્ચનો ચાલુ કર્મચારી), રામચંદભાઈ ઉર્ફે ભાયો શનાભાઈ ડામોર ઉ.વ. 29, રહે. રાજપુર, તા. મેઘરજ. જિ. અરવલ્લી ને ઝડપી પાડ્યા છે, જ્યારે લક્ષ્મણભાઈ રૂપાભાી ડામોર રહે. બાંઠીવાડા, હિરાટીંબા તા. મેઘરજ. જિ. અરવલ્લી (માઈક્રો ફાઈનાન્સ બ્રાન્ચનો માજી કર્મચારી) ને વોન્ટેડ જાહેર કર્યો છે, જેને પકડવા માટે પોલિસે તજવીજ હાથ ધરી છે.