સ્વચ્છતા હિ સેવા 2024 અંતર્ગત મોડાસા નગરપાલિકા અને એસ.ટી. બસ ડેપો સાથે સંકલન માં રહીને સફાઇ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મોડાસા નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, વિભાગીય યાંત્રિક ઈજનેર સહિત એસ.ટી ના અધિકારીઓ એ બસ સ્ટેશનમાં સાફ સફાઈ ઝૂંબેશમાં જોડાયા હતા.
જન ભાગીદારીથી સ્વચ્છતા માટે સફાઈ શ્રમદાન હાથ ધરવામાં આવ્યું. આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી બને તે માટે અપીલ કરવામાં આવી. આ સાથે જ સ્વસ્થતા અંગે શપથ પણ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, ST ના વિભાગીય યાંત્રિક ઈજનેર, પાલિકાના કૉર્પૉરેટર તેમજ બસ ડેપો મેનેજર સહિતના અધિકારીઓ કર્મચારીઓ તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.