શહેરા,
રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ સતત મળતો રહે તેથી વહીવટ કાર્યક્ષમતા, સંવેદનશીલતા,પારદર્શકતા,જવાબદારી પણુ હાર્દસમુ ગણાવ્યુ છે. આ અગાઉ પણ નવ તબ્બકામા સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ ગયો છે.આજથી સેવાસેતુના દશમા તબ્બકાનો પ્રારંભ થયો છે.પ્રજાજનોને ઘર આંગણે લાભ મળે તે હેતુથી રાજ્ય સરકાર તેનો લાભ લાભાર્થીઓને આપી રહી છે.શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. શહેરા તાલુકાના નાંદરવા ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે શહેરા તાલુકાના 10મા સેવાસેતુનો પ્રારંભ થયો છે. જેમા નાદંરવા, મીરાપુર, ગાંગડીયા,ભુણીદ્રા, સાજીવાવ, ખોજલવાસા, બોરીયા,આસુદરિયા,જુના ખેડા, મોર, ચારી, રમજીની નાળ, ખુટખુર,ઉંડારા,બલુજીના મુવાડા, હોસેલાવ, લાભી ,શેખપુર, ભોટવા,ગ.બા મુવાડા,સંભાલ,વાટા વછોડા, ધાંધલપુર,બોરીયાવી,ખટકપુર,સદનપુર,સગરાળા,છોગાળા સહિતના ગામોના લાભાર્થી માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમમા વિવિધ સરકારી વિભાગના સ્ટોલ ઉભા કરવામા આવ્યા હતા. જેમા લાભાર્થીઓએ સરકારી સેવાનો લાભ લીધો હતો. જેમા આધારકાર્ડને લગતા કામો, એસટી વિભાગ,ઈ-ધરા વિભાગ જેમા વારસાઈને લગતા કામો, અન્ય માહિતીના સુધારા વધારાના કામો કરવામા આવ્યા હતા. આ સેવાસેતુ કાર્યક્રમમા શહેરા તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.