શહેરા,
વિશ્વના લોકપ્રિય નેતા,ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમા શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સહિતના અન્ય ભાજપાના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓએ શહેરા અણિયાદ ચોકડી ખાતે સ્વચ્છતા અભિયાન માં ભાગ લઈ સફાઈ કરી હતી.”જરૂરિયાતમંદો માટે રક્તદાન કરીએ
માનવસેવા અર્થે તત્પર રહીએ”ના સંદેશા સાથે શહેરા નગરપાલિકા હોલ ખાતે ” મેગા બ્લડ ડોનેશન કેમ્પ” નો યોજવામાં હતો.જેમા ભાજપના કાર્યકર્તાઓ તેમજ નાગરિકો દ્વારા રકતદાન કરવામા આવ્યુ હતુ. મોટી સંખ્યામા રક્તદાન કર્યુ હતુ.ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ આ રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી. રકતદાન કરનારાઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.
રક્તદાતાઓને તેમની આ અતુલનીય સેવા બદલ અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.સાથે સાથે શહેરા નગરપાલિકા ખાતે વૃક્ષા રોપણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી.