અરવલ્લી જીલ્લામાં હવે અકસ્માતના બનાવોમાં પણ ધીરે ધીરે વધારો થતો જૉવા મળી રહ્યો છે ગત રાત્રીના સમયે મેઘરજ પંથકના કુંભેરા ગામ પાસે રાત્રીના સમયે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડ ચાલક ને પુર ઝડપે આવેલ કાર ચાલકે ટક્કર મારતાં મોપેડ ચાલક ઈજાગ્રસ્ત થયો હતો કારમાં પોલીસની નેમપ્લેટ અને પોલીસ યુનિફોર્મ જોવા મળ્યો વધુમાં કારમાં બેગમા દારૂનિ બોટલ પણ જોવા મળી હતી જેને લઇ કાર ચાલક પ્રાથમિક ધોરણે પોલીસ કર્મચારી હોવાનુ સામે આવ્યું હતું અકસ્માત સર્જી પોલીસ કોસ્ટેબલ ગાડી મુકીને થયો ફરાર થયો હોવાની માહિતી પણ સામે આવિ છે બીજી તરફ પોલીસ કર્મચારી નશાની હાલતમાં ગાડી ચલાવતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે અકસ્માતમાં પિતા પૂત્ર ને ગંભીર ઇજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે એ ખસેડાયા હતા કારની અંદર પોલિસ ના યુનિફોર્મ નામ સાથે મળી આવ્યા બાદ હવે પોલિસ તપાસ કરી ને પોલિસ સામે ગુન્હો નોંધશે કે પછી બચાવ કરશે તે જોવાનું રહ્યું