તાજેતરમાં લીંબડી મુકામે ઓલ ઈન્ડિયા સિવીલ સર્વિસ હોકી સ્પર્ધા માટે સિલેક્શન ટ્રાયલ હતું.જેમાં આખા ગુજરાત રાજયમાંથી 29 જેટલાં ખેલાડી આવ્યા હતાં.અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મઠ બોલુન્દ્રા ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ હર્ષદકુમાર શામળભાઈ (રહે. ભિલોડા) જેઓ અરવલ્લી જિલ્લામાંથી પસંદગી પામ્યા છે.ભિલોડાના રહેવાસી અતુલકુમાર ડામોર જેઓ સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાની દેમતી મેરા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે.બંને શિક્ષકો આગામી સમયમાં ગુજરાત હોકી ટીમમાંથી રમશે, સમગ્ર જિલ્લા માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે.બંન્ને શિક્ષકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભિલોડા એન.આર.એ વિદ્યાલયના વ્યાયામ શિક્ષક મોકમભાઈ પટેલ ના માર્ગદર્શન નીચે સર્વશ્રેષ્ઠ તાલીમ મેળવી તૈયાર થયેલ ખેલાડી છે.એક શ્રેષ્ઠ શિક્ષક માટે આનાથી વિશેષ શું હોઈ શકે ? બંને વિદ્યાર્થીઓને બિરદાવી મોકમભાઈ પટેલ એ અભિનંદનસહ શુભેચ્છાઓ પાઠવી હતી.