ગુજરાત ના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ વિસર્જન સમયે ડૂબૂ ડબી જવાની ઘટનાઓ ઘટી હતી, કેટલીક જગ્યાએ લોકોનૂું રેસ્ક્યુ થયું તો ક્યાંક કમનસીબે ડૂબી જવાથી મોતની ઘટનાઓ પણ ઘટી હતી. આ વચ્ચે અરવલ્લી જિલ્લાામાં પણ આવી જ એક ઘટના માલપુર તાલુકામાં બની હતી, જ્યાં સદનસીબે યુવકને બચાવી લેવાયો હતો.
માલપુર તાલુકાના કાનેરા ગામે ગણેશ વિસર્જન સમયે યુવકના ડૂબી જવાનો વીડિયો વાઈરલ થયો હતો, વીડિયોમાં ગણેશ વિસર્જન સમયે વિનોદ ડામોર નામનો યુવક પાણીમાં ગરકાવ થતો નજરે પડ્યો હતો. ઘટનાની જાણ થતાં બૂમાબૂમ થવા લાગી હતી, થોડીક ક્ષણોમાં ગ્રામજનો દોડી આવ્યા હતા, ત્યારબાદ ગામનો કાંતિ નામનો એક તરવૈયો આવ્યો અને ડૂબી રહેલા યુવકને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરાયેલા યુવકના દિલધડક રેસ્ક્યુનો વીડિયો વાઈરલ થયો હતો. રેસ્ક્યુ કરાયેલા યુવકને માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.