ભિલોડા,તા.૨૦
શિક્ષણ, સંસ્કાર, સેવા, શિસ્ત અને સમર્પણ ભાવ સાથે કાર્ય કરતી ભિલોડા તાલુકાની શ્રી નવજીવન વિદ્યાલય, ટોરડામાં તારીખ. 19/09/2024 ને ગુરૂવારે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર અને અરવલ્લીના જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, મોડાસાના સંયુક્ત ઉપક્રમે બાળ ઉર્જા રક્ષક દળ કાર્યક્રમ 2024-25 યોજાયો હતો.જિલ્લા કો. ઓડીનેટર ચંદનબેન પટેલ એ ઉર્જા વિશે વિસ્તૃત પ્રકાશ પાડી વિવેકપૂર્વક, સમજણપૂર્વક, બુદ્ધિ પૂર્વક ઉપયોગ કરી પર્યાવરણમાં આપણી ભૂમિકા કેટલી છે તેની વૈજ્ઞાનિક ઢબે સમજ આપી હતી.આ સિવાય GEDA તેમજ બાળકો સાથે પાંચ ટીમ બનાવી જુદા – જુદા રાઉન્ડ યોજી ક્વીઝ રમાડી હતી.પ્રથમ ત્રણ નંબર ને પ્રમાણપત્ર, ઈનામ આપી પ્રોત્સાહન આપ્યું હતું.શાળાના તમામ વિદ્યાર્થીઓને બિસ્કીટ આપવામાં આવ્યા હતા.આચાર્ય પિનાકીન પટેલ દ્વારા કો.ઓડીનેટર નું સ્વાગત કરી આભાર માન્યો હતો.લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રવૃત્તિ વેગવંતી બને છે.બાળકોમાં જિજ્ઞાસા આવે છે.ગુજરાત રાજય સરકારના વિભાગ દ્વારા થતી સ્પર્ધાઓ યોજી બાળકને તાલુકાથી માંડીને રાષ્ટ્રીય કક્ષાએ લઈ જવામાં લોક વિજ્ઞાન કેન્દ્રનો સિંહ ફાળો રહ્યો છે.