ગોધરા,
આજના મોબાઈલ યુગમા પુસ્તકો વાચવાનુ ચલણ ઘટતુ જાય છે. પણ પુસ્તકોમાંથી મળતુ જ્ઞાન જીવનને એક નવી દિશા તરફ લઈ જાય છે. નવા વિચારો તેમજ નવી ચેતનવંતી ઉર્જા આપે છે. અને કસરત પણ આપે છે. જો તમે આવા જ પુસ્તકો વાચવાના શોખીન હોય અને ખરીદવા ઈચ્છતા હોય તો પહોચી જાવ ગોધરા ખાતે. જ્યા એસ ટી બસ સ્ટેશનની પાછળ લાલ બાગ ટેકરી હોલમાં ગુજરાતની જાણીતી અને 98 વર્ષથી ગુજરાતના વાચકોનો ભરોસો જીત્યો છે,તેવા પ્રકાશક આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા લિમીટેડ દ્વારા સરસ મજાના પુસ્તક મેળાનુ આયોજન કરવામા આવ્યુ છે. તા 13 સપ્ટેમ્બરથી આ પુસ્તક મેળો શરુ થઈ ગયો છે. અને 22મી સમપ્ટેમ્બર સુધી આ મેળો ચાલવાનો છે. જેનો સમય છે . સવારે 10થી રાતના 9વાગ્યા સુધી અહી ગુજરાતી,અગ્રેજી હિન્દી તેમ તમામ ભાષાના પુસ્તકો તમને મળી જવાના છે. જેમા નવલકથા,વાર્તા સંગ્રહ,હોરર કથાઓ, આત્મકથા,વેપારધંધા,મહાન દેશ વિદેશની વિભુતિઓના જીવનચરિત્ર, બાળકો માટે પણ બાળ વાર્તાથી માડીને શિક્ષણને રસપ્રદ બનાવે તેવા પુસ્તકો અહી મોજુદ છે. અહી એક લાખ જેટલા પુસ્તકોનો ખજાનો મુકવામા આવ્યો છે. સાથે સાથે આર આર શેઠ કંપની એન્ડ પ્રા લિમિટેડ વિશે વધારે કહીએ તો તેઓ 98 વર્ષથી પ્રકાશનના ક્ષેત્રમા કાર્યરત છે.
ગુજરાતી ભાષામા પ્રથમ ઈ બુક પ્રકાશન કરવાનો શ્રેય પણ તેમના ફાળે આર.આર.શેઠના ફાળે જાય છે. વિશ્વકક્ષાની ભારતીય પ્રકાશન જગતની સર્વોચ્ચ સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડીયન પબ્લિશર્સ નવી દિલ્લી દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે. આવુ ગૌરવ મેળવનાર ગુજરાતની એક માત્ર પ્રકાશક સંસ્થા છે. પુસ્તકોનો લાભ વધુ ને વધુ વાચકો સુધી પહોચે તે માટે તેમને આભાર દર્શન ગ્રંથાલય યોજના તેમજ સંસ્કાર ગ્રંથાલય યોજના બનાવીને ભેટ સ્વરુપે પુસ્તકો આપી રહ્યા છે,ગોધરા ખાતે પુસ્તકપ્રેમીઓ પુસ્તકો ખરીદી રહ્યા છે.