ભિલોડામાં માતૃશ્રી આર.જે.તન્ના પ્રેરણા મંદિરમાં N.S.S ના ઉદ્ઘાટન કાર્યક્રમની સાથે – સાથે શાળામાંથી વય નિવૃત થઈ રહેલ બે શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.દિનેશભાઈ આર. ચૌધરી કે, જેઓ સંસ્થામાં વર્ષ – 1989થી જોડાયા હતા.વ્યાયામ શિક્ષક તરીકે અનેક ખેલાડીઓને રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ સહિત અનેકવિધ એવોર્ડ અપાવી શાળાને ગૌરવ અપાવ્યું છે.સાથે – સાથે N.C.C ઓફીસર તરીકે અનેક કેડેટો ને મેડલો અપાવી તેમનામાં રાષ્ટ્ર ચેતનાનું નિર્માણ કર્યું છે.બીજા શિક્ષક હરેશકુમાર જે. ભાવસાર જેઓ વર્ષ- 1996માં ઉદ્યોગ શિક્ષક તરીકે આ સંસ્થામાં જોડાયા હતા.શિક્ષણની સાથે ઈલેક્ટ્રીક ગેજેટ્સના પોતાના વિષયમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.N.S.S ના પ્રોગ્રામ ઓફિસર તરીકે વિદ્યાર્થીઓમાં સેવા ભાવનાનું સિંચન કર્યું છે.બંને વય નિવૃત્ત શિક્ષકોનું વિશેષ સન્માન અરવલ્લી જીલ્લા અધિક નિવાસી કલેકટર જે. કે. જેગોડાના વરદ્હસ્તે સન્માન પત્ર આપી કરવામાં આવ્યું હતું.શ્રી અર્બુદા સેવા સંઘ, શાળા સંચાલક મંડળના મંત્રી દામુભાઈ પી. પટેલ, શાળાના આચાર્ય રમણભાઈ પટેલ, સુપરવાઈઝર પ્રજ્ઞેશભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફ પરીવારે બંને વય નિવૃત્ત શિક્ષકોનું નિવૃત્તીમય જીવન દીર્ઘાયુ અને નિરોગી બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.