asd
29 C
Ahmedabad
Monday, October 7, 2024

મૂર્ખ કે ચાલાક…!! પાકિસ્તાની આલિયાને મળવા કાશ્મીરથી કચ્છ આવેલો ઈમ્તિયાઝ શેખ ખાવડામાંથી ઝડપાયો, પોલીસે ગુન્હો દાખલ કર્યા વિના જવા દીધો !


ઇન્સ્ટાગ્રામ ઉપર પાકિસ્તાની મહિલા ડોક્ટર આલિયાને જોઈને પાગલ બની બની ગયો હતો કાશ્મીરી ઈમ્તિયાઝ, કચ્છથી મુલતાન નજીક હોવાથી દિલ્હી થઈને ખાવડા વાયા વડોદરા,અમદાવાદ, ભુજ થઈને આવેલો

Advertisement

સોશિયલ મીડિયાને રવાડે ચઢીને લોકો અવનવા કરતૂત કરતા જોવા મળી રહ્યા છે તેવામાં એક અજીબ કહી શકાય તેવી ઘટના ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં બની છે. પાકિસ્તાની પ્રેમિકાને પામવા માટે સામે પાર જવા માટે કચ્છની બોર્ડર ક્રોસ કરવા માટે આવેલા એક કાશ્મીરી યુવકને કચ્છની પોલીસે દબોચી લીધો હતો. ઇન્સ્ટાગ્રામમાં પાકિસ્તાની ખુબસુરત મહિલા ડોક્ટરના એક તરફી પ્રેમમાં પાગલ બની ગયેલો કાશ્મીરનો ઈમ્તિયાઝ દિલ્હી થઈને ખાવડા વાયા વડોદરા – ભુજ થઈને આવ્યો હતો. 24મી સપ્ટેમ્બર, મંગળવારે પોલીસે તેને ઝડપી લીધા BSF ઉપરાંત જુદી જુદી ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. કાશ્મીરમાં તેની સ્થાનિક પોલીસની ખરાઈ બાદ બુધવારે તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. જો કે ખાવડા પોલીસે તેની સામે મંજૂરી વિના નોટીફાઈડ એરિયામાં પ્રવેશ કરવાના કેન્દ્ર સરકારના નિયમનો ઉલ્લંઘન કરવા બદલ કોઈ કાર્યવાહી કરી ન હતી. જેને પગલે ગુજરાતના સરહદી વિસ્તારમાં પોલીસની કામગીરીની ગંભીરતા અંગે પણ સવાલો થઇ રહ્યા છે.

Advertisement

ભારતીય કાશ્મીરના બાંદીપુર જિલ્લાના ગુંડ જહાંગીર ગામનો 44 વર્ષનો ઈમ્તિયાઝ શેખ કચ્છના ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં પાકિસ્તાન જવા માટે પૂછપરછ કરી રહ્યો હતો ત્યારે અહીંની ઇન્ટેલિજન્સ એજન્સીના ધ્યાનમાં આવ્યો હતો. ત્યારબાદ તેને તરત ખાવડા પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. જાય તેની પોલીસ સહીત BSF અને અન્ય ગુપ્તચર સંસ્થાઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તેની પાસેથી કાશ્મીરનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ઉપરાંત J&K બેન્કનું ATM ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. કાશ્મીરમાં તેણે બતાવેલા સરનામે પણ ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેને આધારે તે કાશ્મીરી હોવાનો પુરાવાઓ મળ્યા હતા.

Advertisement

પોલીસે નોટીફાઇડ એરિયાના નિયમ ભંગનો ગુન્હો કેમ દાખલ ન કર્યો ? :
ગુજરાતના બોર્ડર એરિયા કચ્છમાં પોલીસ એલર્ટ ડંફાસ વચ્ચે હકીકત એ છે, ખવડાની પોલીસને એ પણ ખબર નથી કે કેન્દ્ર સરકારના નોટીફાઈડ એરિયાનો વિસ્તાર કયો છે. ભુજથી ખાવડા તરફ જતા ભીરંડિયારા ચેક પોસ્ટ પછીનો વિસ્તાર નોટીફાઈડ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલો છે. મતલબ કે ત્યાં સ્થાનિક અને અહીં નોકરી કરતા લોકો સિવાયના લોકોએ જવા માટે કચ્છ DM કે SDM ઓફિસમાંથી મંજૂરી લેવાની હોય છે. કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસીઓને પણ આ પ્રકારની મંજૂરી લેતા હોય છે. આવા સંજોગોમાં કોઈ વ્યક્તિ, એ પણ કાશ્મીરમાંથી પાકિસ્તાન જવા માટે ખાવડા આવતી હોય તો તેની સામે નોટીફાઈડ એરિયાની મંજૂરીના ભંગ બદલ કાર્યવાહી કરવી જોઈતી હતી.

Advertisement

M.Ed સુધી ભણેલો ઈમ્તિયાઝ પોલીસને મૂર્ખ બનાવી રહ્યો છે ? :
44 વર્ષનો કાશ્મીરી ઈમ્તિયાઝે એમ.એડ. સુધીનો અભ્યાસ કરેલો છે તેવું તેણે પોલીસને જણાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા ઉપર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલતાનમાં રહેતી આલિયા શોએબ નામની એક મહિલા ડોક્ટરના એકતરફી પ્રેમમાં છે એટલે કચ્છની બોર્ડર ક્રોસ કરીને આલિયાને મળવા માટે પાકિસ્તાન જવા માટે તે અહીં આવ્યો હોવાનું પણ તેણે કબુલ્યું છે. ત્યારે સવાલ એ થાય કે, માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કરેલી ભારતીય વ્યક્તિને એટલી ખબર નહીં હોય કે, આ રીતે બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન ન જવાય ? સવાલ એ પણ છે કે, શું ઈમ્તિયાઝ મૂર્ખ, પાગલ છે અથવા તો પોલીસને તે મૂર્ખ બનાવી રહ્યો છે.

Advertisement

કાશ્મીરથી ખાવડા આવી રીતે આવ્યો હતો ઈમ્તિયાઝ :
પૂછપરછમાં ઇમ્તિયાઝે જે જણાવ્યું છે તેને જોતા એટલું તો ચોક્કસ છે કે, તેને ખબર છે કે કચ્છ કેવી રીતે પહોંચી શકાય છે. કાશ્મીરથી તે 11મી સપ્ટેમ્બરના રોજ દિલ્હી આવ્યો હતો. દિલ્હીથી તે ટ્રેન દ્વારા વડોદરા સુધી આવે છે. વડોદરાથી ઈમ્તિયાઝ અમદાવાદ થઈને ભુજ સુધી બસમાં આવે છે. ભુજમાં તે સોમવારની રાતે ભક્તિ ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારે તે ભુજથી ખાવડા જતી બસમાં મંગળવારે ખાવડા આવે છે.

Advertisement

ખાવડા આવીને તે અહીં પૂછે છે કે, અહીંથી પાકિસ્તાનમાં મુલતાન કેવી રીતે જઈ શકાશે. એટલે વાત પછી પોલીસ સુધી પહોંચે છે. અને ત્યારબાદ આ કહેવાતા પાગલ પ્રેમીને પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!