અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ જુના ભવનાથ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર પાસે ઈન્દ્રાસી જલાગારમાંથી સગીર વયના ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ આશરે ૧૭ કલાક બાદ મળી આવતા અવનવી ચર્ચાઓએ ભારે જોર પકડયું છે.ધટના સ્થળે લોકોના ટોંળે-ટોંળા એકત્રિત થઈ ગયા હતા.પોલીસે એ.ડી મુજબ ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓના જણાવ્યા મુજબ જુના ભવનાથ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર પાસે ઈન્દ્રાસી જલાગારમાંથી ગુમ સગીરવયના યુવકનો મૃતદેહ મળ્યો હતો.મૃતક સગીરવયના યુવક નું નામ દિપકસિંહ જગદીશસિંહ ગુનાવત (આશરે ઉંમર વર્ષ – ૧૭) મુળ રહેવાસી. મઉંટાંડા, તા. ભિલોડા / હાલ રહેવાસી. શ્રી આશાપુરા સોસાયટી, માંકરોડા, તા. ભિલોડા નો સગીરવયનો મૃતક યુવક ભિલોડાની પ્રેરણા વિદ્યાલયનો વિદ્યાર્થી ધોરણ – ૧૨ માં અભ્યાસ કરતો હતો.ગત રોજ સાંજે ૫:૦૦ કલાકે હાઈસ્કુલમાંથી છુટયા બાદ ભિલોડાના જુના ભવનાથમાં – ઈન્દ્રાસી જલાગાર પાસે યુવકનું એકટીવા અને સ્કુલ બેગ મળી આવતા ઈન્દ્રાસી જલાગારમાં શોધખોળ તરવૈયાઓ મારફતે હાથ ધરાઈ હતી.ધટના સ્થળે સગાં – સબંધીઓ સહિત લોકોના ટોંળે – ટોઁળા એકત્રિત થઈ ગયા હતા.સગીર યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારજનો સહિત સગાં – સબંધીઓ હૈયાફાટ રૂદન કરતા હતા.સગીર વયના યુવકનો મૃતદેહ પી. એમ અર્થે કોટેઝ હોસ્પિટલમાં ખસેડાયો હતો.પોલીસે એ.ડી મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.