ભિલોડા,તા.૨૮
ભિલોડા તાલુકા કક્ષાનો ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ શ્રીમતી બી.જે.તન્ના ગ્રુપ વિદ્યાલય, ખુમાપુર – ચિબોડામાં યોજાયો હતો.ભિલોડા તાલુકા પંચાયત – પ્રમુખ ધનજીભાઈ એમ. નિનામાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જિલ્લા હિસાબી અધિકારી તોફિકભાઈ મનસુરી, માધ્યમિક આચાર્ય સંઘના પ્રમુખ એન.ડી.પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશભાઈ ડામોર, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, તાલુકા શૈક્ષણિક સંઘના પ્રમુખ જયદીપસિંહ રાઠોડ, તાલુકા શરાફી મંડળીના ચેરમેન રશ્મીનભાઈ કલાસવા, મંત્રી કાંતિભાઈ પટેલ, બીટ કે. નિ. મહેન્દ્રભાઈ 270 બાળ વૈજ્ઞાનિકો અને 135 માર્ગદર્શક શિક્ષકો હાજર રહ્યા હતા.
આ ઉપરાંત તાલુકા સંઘના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સમગ્ર આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશકુમાર દવે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. મદનસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ બી.આર.સી કોર્ડીનેટર ચેતનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.તમામ સી.આર.સી – ટીમ, બ્લોક સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં સૌનો અમૂલ્ય ફાળો રહ્યો હતો.કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષક મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પૂર્ણ થયા બાદ બાળકો ને શરાફી મંડળી તરફથી ચોપડાનું ઈનામ, ધ ક્રિષ્ના એક્સપર્ટ સીડ્સ, હિંમતનગર તરફથી ટ્રોફી, બાળકોને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.કાર્યક્રમના સમાપન સમયે એક નાનકડી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું.બી.આર.સી પરિવાર તરફથી બાળકો ને સાચા પ્રશ્ન આપનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા.કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.કાર્યક્રમનું સમગ્ર સંચાલન ખુમાપુર શાળાના ઉપ શિક્ષક જે.પી.ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.ખુમાપુર અને ચિબોડા શાળાના આચાર્ય, શિક્ષકો નો અમુલ્ય ફાળો રહ્યો હતો.