રાજસ્થાની બુટલેગર પ્રમોદ કોટડ 7 વર્ષ અગાઉ દારૂની હેરાફેરી કર્યા બાદ મજૂરી કામમાં જોતરાઈ ગયો હતો પરંતુ બુટલેગર કદાચ કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈની કહાવત ભુલી ચૂક્યો હશેને પોલીસે ઉઠાવી લીધો
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર જીલ્લામાં ગુન્હા આચરી નાસ્તા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા સતત દોડાદોડી કરી રહી છે જીલ્લામાં મોટે ભાગે પ્રોહિબિશનના ગુન્હામાં વોન્ટેડ બુટલેગરો રાજસ્થાન રાજ્યના હોવાથી પોલીસ રાજસ્થાનમાંથી બુટલેગરોને વીણીવીણીને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે છેલ્લા સાત વર્ષથી માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં વોન્ટેડ અને ખેરવાડા ચાર રસ્તા બ્રિજ નજીક મજૂરી કરતા રાજસ્થાની બુટલેગરને દાબોચી લીધો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ એચ.પી.ગરાસિયા અને તેમની ટીમે નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી રાજસ્થાન રાજ્યમાં પડાવ નાખતાં માલપુર પોલીસ સ્ટેશનમાં સાત વર્ષ અગાઉ નોંધાયેલ પ્રોહિબિશનના ગુન્હામાં વોન્ટેડ બુટલેગર પ્રમોદ શંકર કોટડ (રહે, દેવલ,ડુંગરપુર-રાજ) ખેરવાડા ચાર રસ્તા બ્રિજ નજીક મજૂરી કામ કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારીત સ્થળે ત્રાટકી બુટલેગર પ્રમોદ કોટડને દબોચી લેતા હોશકોશ ઉડી ગયા હતા બુટલેગર કદાચ કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈની કહાવત ભુલી ચૂક્યો હશે એલસીબી પોલીસે વોન્ટેડ બુટલેગરને માલપુર પોલીસને સુપ્રત કરતા જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી