અરવલ્લી જીલ્લાના અંતરિયાળ માર્ગો પર ઠેર ઠેર રોડની બંને બાજુ ઝાડી-ઝાંખરા અને ગાંડા બાવળોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રોડ પર ઝાડી-ઝાંખરા અને ગાંડા બાવળો સહિત અન્ય વનસ્પતિ રોડની બંને બાજુએ ઉંઘી નીકળતા વાહનચાલકોને રોડ પરથી પસાર થવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મોડાસા તાલુકાના જીવણપુર થી ગડાદર રોડ અને બામણવાડ થી ટીંટોઈ રોડની બંને બાજુ ઝાડી-ઝાંખરાના પગલે નાના-મોટા વળાંકો પર સામ સામેથી આવતા વાહનો જોઈ શકાતા ન હોવાથી વાહનચાલકો અને રાહદારીઓના માથે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે જવાબદાર તંત્ર દ્વારા રોડની બંને બાજુએ લચકતા ઝાડી-ઝાંખરા કટિંગ કરી તાકીદે દૂર કરવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે
બામણવાડ થી ટીંટોઈ રોડની બન્ને સાઈડ ઉપર ઝાડી-ઝાંખરાના કારણે વાહનચાલકોને આવનજાવન કરવામાં મુશ્કેલી વેઠવી પડે છે રોડની બન્ને બાજુએ ઝાડી-ઝાંખરાંને લીધે વાહનચાલકોને સામેથી આવતા વાહનોની હેડલાઇટથી અંજાઇ જવાના લીધે નાનામોટા અકસ્માત સર્જાય છે. વહીવટી તંત્ર દ્વારા આ રોડ પર કોઇ પ્રાણઘાતક અકસ્માત સર્જાય તે પહેલાં ઝાડી-ઝાંખરા દૂર કરવાની માગણી આજુબાજુના ગ્રામ્યજનોમાં માંગ ઉઠી છે