ગોધરા.
પંચમહાલ જીલ્લામા હાલ એક વિડિયો સોશિયલ મિડીયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમા એક છકડાચાલક ગુજરાતી ગીતના સથવારે સ્ટંટ કરતો કરતો રીલ બનાવતા ડીસ્કો કરી રહ્યો છે. સામાન્ય રીતે રીલ બનાવનારાઓ ઘણીવાર પોતે તો જોખમમા મુકાય છે. પણ અન્ય લોકોને પણ જોખમમા મુકી દે છે. આ વિડીયોમા ચાલુ છકડાને મુકીને ઉપર ચઢીને યુવાન ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે. પોલીસ દ્વારા આવા જોખમી સ્ટંટ કરીને વિડિયો બનાવનારાઓ સામે કાર્યવાહી કરવી જરુરી છે.
આજના સમયમાં યુવા હોય કે વૃધ્ધ સૌને રિલ્સ બનાવાનુ તેમજ સોશિયલ મિડીયા પર ફેમસ થવાનુ ઘેલુ લાગ્યુ છે. એક રીતે સોશિયલ મિડીયાનુ વળગણ થઈ પડ્યુ હોય તેવી પરિસ્થીતી જોવા મળી રહી છે. રિલ્સ બનાવીને અપલોડ કરવી ગુનો નથી. પણ એ રિલ્સ કઈ જગ્યાએ બનાવી તેનુ ભાન ન હોય તો તે જરુર ગુનો કહી શકાય. હાલમા સોશિયલ મિડીયામા એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે.
આ વિડિયો ગોધરા પાસેના પરવડી બાયપાસ રોડનો હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. જેમા રોડ પર છકડો જઈ રહ્યો છે,તેમા કોઈ ચાલક પણ નથી ત્યારે એક યુવાન તેની બહાર ગુજરાતી ગીત પર ડીસ્કો કરી રહ્યો છે. પથી થોડી વાર રહીને તે ઉપર ચઢીને ડીસ્કો કરી રહ્યો છે. છકડામા કોઈ પણ ચાલક નથી. રોડની પાછળથી વાહનો પણ અવરજવર કરી રહ્યા છે. હાલમા આ વિડિયો સોશિયલ મિડીયામા ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
ત્યારે આ વિડિયોને લઈને સવાલો પણ થાય છે કે વાહનોનીની અવરજવર વાળા રસ્તા પર વિડિયો બનાવો કેટલો યોગ્ય. સાથે સાથે આવામા કોઈ અન્ય વાહનો સાથે અકસ્માત થાય તો જવાબદાર કોણ. તેવા અનેક સવાલો થઈ રહ્યા છે.