હાલ મોજ-શોખ કરવાની લ્હાયમાં બાળકો ખોટા રસ્તે ચઢી જતાં હોય છે, જેને કારણે પરિવારજનોએ મુશ્કેલીમાં મુકાવું પડતું હોય છે. કેટલીકવાર પરિજનો લાયસન્સ વિના વાહનો ચલાવવા માટે આપી દેતા હોય છે, ત્યારે બાળકો રીલ્સ બનાવવા સ્ટંટ કરતા થઈ જતા હોય છે, અને કેટલીકવાર કાયદાના સકંજામાં આવી જાય છે, પણ હવે તો મોજ-શોખ એવા થઈ ગયા કે, કિશોરો ચોરીના રવાડે ચઢી ગયા અને પોલિસે તેમની પાસેથી 4 જેટલી હાઈસ્પીડ મોટર સાયકલ કબજે કરી છે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ એ જિલ્લા પોલિસની ટીમ દ્વારા મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચનાઓ આપી હતી. જેને લઇને મોડાસા ટાઉન પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તાજેતરમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન બીએનએસ કલમ 303(2) હાઈસ્પીડ બાઈકની ચોરીના વણઉકેલાયા ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલિસ તપાસમાં હતી. પોલિસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીદાર રોકી તેમજ ગુન્હાવાળી જગ્યા પર પોલિસ તપાસ કરી રહી હતી. પોલિસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફુટેજ પણ ચકાસ્યા હતા, જેને આધારે રાજેન્દ્રનગર થી મોડાસા રોડ ઉપર સબલપુર ગામની સીમમાં વોચ તપાસમાં હતા, તે સમય દરમ્યાન બાતમી મળેલ કે, ચોરી થયેલ યામાહા R15 GJ 31 Q 1391 લઇને બે ઇસમો રાજેન્દ્રનગર થી મોડાસા તરફ આવે છે. પોલિસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. બે ઈસમો આવતા, તેમની પૂછપરછ કરતા, બંન્ને ઈસમ કિશોર જણાઈ આવ્યા હતા. પોલિસે કિશોર ના સગાનો સંપર્ક કરી પૂછપરછ કરતાં તેમણે મોટર સાયકલ ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું.
આ સાથે જ હિંમતનર એડીવી પોલિસ સ્ટેશનની હદમાંથી બે મોટર સાયકલ તથા ગાંભોઇ પો.સ્ટ હદના ફુઝબખોર થી એક મોમા ચોરી કરી હોવાનું જાણવા મળતા, પોલિસે મોટર સાયકલ કબજે કરીને બંને કિશોરો ને ડીટેઇન કરી આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવેલ છે. અરવલ્લી જીલ્લા તથા સાંબરકાંઠા જીલ્લામાંથી ચોરી કરેલ હાઇસ્પીડ મોટર સાયકલો નંગ 4 કિ.રૂ. 3,74,000/- ના મુદામાલ સાથે અનડીટેક વાહન ચોરીના ગુના ડીટેક કરી કાયદા સંઘર્ષ આવેલ બે કિશોરને ડીટેઇન કરી વાહન ચેરીના અનડીટેક ગુન્હા શોધવામાં મોડાસા ટાઉન પોલીસ ને સફળતા મળી છે.
બાળકો નવી વસ્તુ ક્યાંથી લાવે છે ક્યાં જાય છે તે ધ્યાન રાખવું
હાલની ડિજિટલ લાઈફમાં બાળકો વધારે પડતો મોબાઈલ જોતા હોય છે, જેમાં સારૂ અને ખરાબ પણ જોવા મળે છે, જેને કારણે કેટલીકવાર બાળકોના વિચારો બદલાઈ જતાં હોય છે. પણ પરિવારમાં માહોલ બાળકને અનુકૂળ રહે તેવો બનાવવો જોઈએ. બાળક પાસે જો કોઈ નવી વસ્તુ હોય તો, તે અંગે તપાસ કરવી જોઈએ. જો બાળકને આ અંગે પૂછવામાં ન આવે તો, તેના વિચારો નેગેટિવ બને છે, અને કેટલીકવાર બાળકો ખોટા જતાં રહે છે.