નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી, મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લા મુકામે જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને અરવલ્લી જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં સ્પેશીયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
સદર સ્પેશીયલ લોક અદાલતનું આયોજન તા.૨૬/૧૦/૨૦૨૪ના રોજ કરવામાં આવનાર છે. આ સ્પેશીયલ લોક અદાલતમાં ફક્ત જૂના (ટાર્ગેટેડ) નેગોશીયેબલ એક્ટ મુજબના કેસો તેમજ લગ્ન વિષયક (સિવાય છુટાછેડાનાં) કેસો મુકવામાં આવનાર છે. આ કેસોમાં ન્યાયાધીશો તથા મીડીએટર મારફતે કન્સીલેશન પણ હાથ ધરવામાં આવે છે, કે જેથી પક્ષકારો ઝડપી અને સરળ રીતે ન્યાય મેળવી શકે. આથી તા.૨૬/૧૦/૨૦૨૪ના રોજ યોજાનાર સ્પેશીયલ લોક અદાલતનો મહત્તમ લાભ મેળવવા જાહેર જનતાને સૂચન કરવામાં આવે છે.