અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકાના મુનાઈ ગામની સા.કાં બેંકના મેનેજર ભિલોડા તાલુકા મથકની સા.કાં બેંકમાંથી તેમના સેવક સાથે બાઈક પર 25 લાખ રૂપિયા કેશ લઈ ને મુનાઈ તરફ જતા હતા તે દરમિયાન ત્રણ અજાણ્યા યુવકો બજાજ પલ્સર – 220 હાઈસ્પીડ સ્પીડ બાઈક પર સવાર યુવકો એ મેનેજરની આંખમાં મરચાની ભૂકી નાંખી પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે, હેલ્મેટના કારણે બચાવ થયો હતો.ખંજર અને બંદુક બતાવી લુંટ નો પ્રયાસ કર્યો હતો.સા.કાં બેંકના બાહોશ કર્મચારીઓ એ લુટારૂઓ સાથે ભારે ઝપાઝપી કરી ત્યારે લુંટારૂઓ નો લુંટ નો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.લુંટારૂઓએ મેનેજરના હાથમાં ખંજર માર્યું હતું.
સા.કાં બેંકના પુર્વ વા. ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી એ ભિલોડા પોલીસ સ્ટેશન પહોંચી લુંટ ના નિષ્ફળ બનાવ સંદર્ભે પી. આઈ – એચ.પી.ગામીત ને રજુઆત કરી, લુંટારૂઓને વહેલી તકે ઝડપી લેવા બાબતે ભાર પુર્વક રજુઆત કરી હતી.
ધી સા.કાં ડિ.સે.કો.ઓ.બેંક લી. મુનાઈ શાખાના મહેશભાઈ વાલાભાઈ પ્રજાપતિ મેનેજર અને ધ્રુવકુમાર ડાહ્યાભાઈ ચૌધરી
સેવક ના ખબર અંતર પુછીને હુંફ આપી હતી.