28 C
Ahmedabad
Monday, March 24, 2025

પંચમહાલ : પાલીખંડા ગામે પાસેથી પસાર થતા હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પર કાર ભડભડ સળગી


શહેરા,
શહેરા પાસે આવેલા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર એચ.પી પેટ્રોલ પંપ પાસે આજરોજ એક શિક્ષક પોતાની ફોર વ્હીલ ગાડી લઈને પેટ્રોલ પંપ ઉપર હવા ભરાવવા માટે ગયા હતા ત્યારે ફોર વ્હીલ ગાડીમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતા અફડા તફડી મચી જવા પામી હતી. અને જોત જોતામાં ફોર વ્હીલ ગાડી ભડભડ સળગવા લાગી હતી. જેના કારણે આજુબાજુના સ્થાનિક લોકો એ તાત્કાલિક શહેરા ફાયર બ્રિગેડ ને જાણ કરતા શહેરા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળ ઉપર પહોંચી અને ફોર વ્હીલ ગાડી ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે ફોર વ્હીલ ગાડીમાં સવાર શિક્ષક સહિત અન્ય એક જણનો આબાદ બચાવ થયો હતો.

Advertisement

શહેરા પાસે આવેલા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર એચ.પી પેટ્રોલ પંપ ફોર વ્હીલ ગાડીમાં આગ એટલી વિકરાળ હતી કે જેના લીધે ફોર વ્હીલ ગાડી બાળીને રાખ થઈ ગઈ હતી બીજી બાજુ ફોર વ્હીલ ગાડી ના આગના બનાવને લઈને શહેરા લુણાવાડા હાઈવે માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા કલાકો સુધી ટ્રાફિક જામ રહી હતી.બીજી બાજુ શહેરાના હાઇવે માર્ગ ઉપર આવેલ એચપી પેટ્રોલ પંપ પાસે એક ફોર વ્હીલ ગાડીમાં આકસ્મિક આગ લાગતાં અફડા તફડી મચી જવા પામી હતી. બીજી બાજુ શહેરા હાઇવે માર્ગ ઉપર આગની ઘટનાના પગલે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થવા પામી હતી.જ્યારે આજુબાજુના સ્થાનિક લોકોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને તાત્કાલિક શહેરા ફાયર બ્રિગેડ ના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી અને ફોર વ્હીલ ગાડી ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જ્યારે આગ ના કારણે ફોર વ્હીલ ગાડી બળી ને રાખ થઈ ગઈ હતી. શહેરા લુણાવાડા રોડ ઉપર આવેલી એચપી પેટ્રોલ પંપ ઉપર એક ફોર વ્હીલ ગાડીમાં આગના બનાવને લઈને શિક્ષક ભરતભાઈ રત્નાભાઇ બારીયાએ જણાવ્યું હતું કે તેઓ આજરોજ પોતાના ઘરેથી એચપી પેટ્રોલ પંપ ઉપર હવા ભરાવવા ગયા હતા. ત્યારબાદ તેઓ શહેરા તાલુકામાં આવેલા છાયણા પ્રાથમિક શાળા માં જવાના હતા ત્યારે આકસ્મિક રીતે ફોર વ્હીલ ગાડીમાં આગ લાગતા ફોર વ્હીલ ગાડી ભડભડ સળગવા લાગી હતી જોકે આગના બનાવમાં ભરતભાઈ બારીયા સહિત અન્ય એકનો આબાદ રીતે બચાવ થયો હતો જ્યારે બનાવની જાણ થતાં શહેરા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ફોર વ્હીલ ગાડી ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!