asd
27 C
Ahmedabad
Sunday, November 3, 2024

ડૉ . વિપુલ જાની જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક


તા. 29/9/2024 ના રોજ આણંદ મુકામે ગુજરાત ઈન સર્વિસ એસોસિએશન (G.I D.A) ગુજરાત મેડિકલ ઓફિસર્સ એસોસિએશન વર્ગ-2 (G.M.S) સાધારણ સભામાં નવનિયુક્ત સમિતિઓની રચના કરવામાં આવી (સી.ડી.એચ.ઓ) દાહોદ ડો. ઉદય ટીલાવત ને પ્રમુખ સ્થાને ગુજરાતના સમગ્ર ઈન સર્વિસ ડોક્ટરોની ઉપસ્થિતિમાં દરેક જિલ્લાઓમાં નવનિર્મિત સમિતિઓની રચના કરવામાં આવી છે.સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં (જી.એમ.ઈ.આર.એસ) હોસ્પિટલમાં કાર્યરત આસિસ્ટન્ટ (આર.એમ.ઓ) અને વિવિધ ચાર્જોના ઈન્ચાર્જ તરીકે કાર્યરત ડો. વિપુલભાઈ જાની નું જે પ્રમાણે નામ છે તે જ પ્રમાણે વિપુલ પ્રમાણમાં કાર્ય કરવાની ક્ષમતા તેઓમાં દ્રશ્યમાન થાય છે.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 25 વર્ષથી ગ્રાઉન્ડ લેવલની આરોગ્ય અને તબીબી સારવાર આપી છે.જો ગણાવા જઈએ તો ઘણી – ઘણી ન શકાય વીણી – વીણી ના શકાય એટલી અખૂટ પ્રસિધ્ધિઓ તેઓના નામે છે.જુની સર પ્રતાપ સિવિલ હોસ્પિટલમાં ડો. વિપુલભાઈ જાની એ ગરીબ પીડીત શોષિત વંચિત અને દરેક સમાજ વ્યક્તિઓની આરોગ્ય લગતી સેવાઓ તેઓએ આપી છે.

Advertisement

હિંમતનગરમાં કોરોના કાળ દરમિયાન શરૂઆતથી કોરોના જેવી ભયાનક બીમારીના અંત સુધી જિલ્લાના નોડલ તરીકે તેઓએ 24/7 પોતાના પરિવારની અને પોતાના જીવનની પરવાહ કર્યા વગર તેઓએ સમર્પિત ભાવનાથી સેવાઓ આપી છે.તા. 4/10/2024 ના રોજ (જી. આઈ . ડી. એ) અને (જી.એમ.એસ) તા. 29/9/2024 ના રોજ આણંદ ખાતે એસોસિએશન ને નવનિર્મિત સમિતિઓની નવરચના કરવામાં આવી જેમાં જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ, હિંમતનગર ઈન્ચાર્જ (આર .એમ .ઓ ) અને વિવિધ ચાર્જના ઈન્ચાર્જ ડો. વિપુલભાઈ જાની ને (જી.આઈ.ડી.એ) ના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક મળતા (આર.એમ.ઓ) સિન્હા મેડમની વિશેષ ઉપસ્થિતિમાં નર્સિંગ સ્ટાફ નિષ્ણાંત તબીબો, મેડિકલ ઓફિસરો સહિત વિવિધ વર્ગના અધિકારીઓ દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. (ટી.એ.એન.આઈ) મેમ્બર જ્યોત્સનાબેન ચૌધરી (ડી.એન.એસ ) પુષ્પાબેન પરમાર (એ.એન.એસ) સ્ટાફ, સિનિયર જુનિયર નર્સિંગ સ્ટાફ દ્વારા ડો. વિપુલભાઈ જાની ને પુષ્પગુચ્છ, પુષ્પોની માળાઓ પહેરાવી સન્માનિત કર્યા હતા.હિંમતનગર જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ, મેડિકલ કોલેજ સર્વે સ્ટાફ દ્વારા તેઓને શુભકામનાઓ પાઠવી હતી.સમસ્ત બ્રહ્મ સમાજ, હિંમતનગર દ્વારા ખૂબ ખૂબ અભિનંદનસહ શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!