asd
20 C
Ahmedabad
Thursday, November 14, 2024

અરવલ્લી : નવરાત્રી મહોત્સવમાં આયોજકોની મનમાની!, ટ્રાફિક વ્યવસ્થા નેવે મુકાઈ, જાહેરનામાનું પાલન થાય છે કે નહીં?


પહેલા પંખીડા તું ઉડી જાજે પાવગઢ જેવા સુમધૂર ગરબા ગવાતા હવે મેને ખત મહેબૂબ કે નામ લીખા જેવા ગીતોએ સ્થાન લઈ લીધું
નવરાત્રિમાં વાગે ફિલ્મી ગીતો અને પ્રવેશ માટે માત્ર ટ્રેડિશનલ ડ્રેસનો જ અયોજકોનો આગ્રહ
ટ્રેડિશનલ ડ્રેસ નહી પહેનાર ખેલૈયાઓનું અપમાન કરવામાં આવતું હોવાની રાવ
સ્ટેટ હાઇવે પર વાહન ચાલકો વાહનો મુકવા મજબૂર, પાર્કિંગની વ્યવસ્થા પર સવાલો
ફૂડ સ્ટોલ પર મનફાવે તેમ રૂપિયા ખંખેરવાનો ખેલ, તોલમાપ વિભાગ નિંદ્રાધીન
ફૂડ સ્ટોલ પર લાયસન્સ છે કે નહીં, તેનું પણ ખાસ ધ્યાન રાખવું

Advertisement

ચાલુ વર્ષે નવરાત્રીને લઇને સમગ્ર રાજ્યમાં પરંપરાગત નવરાત્રી મહોત્સવ ને લઇને ચર્ચાઓ ચાલી છે. નવરાત્રી માં ફિલ્મી. ગીતો વાગતા હોવાને લઇને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. અરવલ્લી જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

Advertisement

મોડાસા શહેરમાં દરવર્ષે જગ્યા બદલતી રમઝટ નવરાત્રી મહોત્સવમાં ટ્રેડિશનલ પોશાક પહેરેલ ના હોય એવા ખેલૈયાના પ્રેવશ પર આયોજકોએ પ્રતિબંધ ફરમાવ્યો હોય એવું ખેલૈયા સાથે અપમાન જનક વર્તન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સાથે ખેલૈયાઓમાં નારાજગી પ્રવર્તિ છે. એક તરફ નવરાત્રીમાં ન શોભે નહિ તેવા ફિલ્મી ગીતો વગાડવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ ખેલૈયાઓને ટ્રેડિશનલ ડ્રેસમાં જ પ્રવેશ મળશે તેઓ આગ્રહ આયોજકો રાખી રહ્યા છે.

Advertisement

દૂરદૂરના ગામડાઓ થી સાદા પોષાક પહેરી ગરબા રમવા કે નિહાળવા આવતા ખેલૈયાઓને પ્રવેશ ન મળતા સવાલો ઉઠ્યા છે,ગરબા ગ્રાઉન માં નિયમોનું પાલન કરાવતા આયોજકોએ ગરબા ગ્રાઉન બહારના હાઇવે રોડ પર આધેધડ વાહન પાર્કિંગ અને લોકોની ભારે ભીડ વચ્ચે જો અકસ્માત સર્જાય તો મોટી જાનહાની પણ સર્જાઈ શકે છે.કેપિસિટી કરતા વધુ ભીડ એકઠી થવાના કારણે જાહેરનામા નો ભંગ થતો હોવાનું સ્પષ્ટ પણે જણાઈ આવે છે.આ બાબતે ઉચ્ય અધિકારી ઓ એ આયોજકોને જાહેરનામાનું પાલન કરવા સૂચન કરવામાં આવે એ પણ જરૂરી.

Advertisement

યુવતીઓના મોપેડની હવા કાઢી નાખવાની ઘટના
મોડાસા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આયોજિત નવરાત્રી મહોત્સવ અને ખાસ કરીને રમઝટ નવરાત્રી મહોત્સવ માં મહિલા અને દીકરીઓ મોપેડ લઈને આવે છે, જે અંગે મોડાસાના સામાજિક અગ્રણીએ જણાવ્યું કે કેટલાક અસામાજિક તત્વો ટાયર માંથી હવા કાઢી નાખે છે, જેને કારણે તેઓ મોડી રાત્રે કેવી રીતે જાય તે પણ સવાલ છે.

Advertisement

ફૂડ સ્ટોલ પર ખેલૈયાઓ પાસે પૈસા ખંખેરવાનો ખેલ
મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત કરાયેલ નવરાત્રી મહોત્સવમાં તેમજ ખાસ કરીને રમઝટ નવરાત્રી મહોત્સવમાં શરૂ કરાયેલા સ્ટોલ આયોજકોની દેખરેખમાં અપાયા છે તેમ છતાં અહીં મનફાવે તેમ અને બજાર કરતા વધારે પૈસા ખંખેરવાનો ખેલ ચાલે છે, જોકે આયોજકોના આંખે પાટા હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે કે ફૂડના લાયસન્સ છે કે નહીં.. આ સાથે જ તોલમાપ વિભાગ પણ આળસ ખંખેરી થોડીત તસ્દી લે અને સામાન્ય બજાર ભાવ કરતા વધારે ભાવ અને ક્વોલિટી સાથે છેડછાડ કરતા ફૂડ સ્ટોલ પર લગામ લગાવે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!