મોડાસા ના વિશાલ ખત્રીએ જીપીએસસીની ક્લાસ ૧ ની પરીક્ષા પાસ કરી મોડાસા બ્રહ્મખત્રી સમાજનું ગૌરવ વધારેલ છે.
મોડાસા ના રહેવાસી શ્રી રામચંદ્ર બ્રહ્મખત્રી ના પુત્ર વિશાલ રામચંદ્ર બ્રહ્મખત્રી એ જી.ડબલ્યું.એસ.એસ.બી. (પાણી પુરવઠા બોર્ડ) ની એક્ઝિક્યુટિવ એન્જીનીયર ક્લાસ-૧ ની પરીક્ષા પાસ કરી મોડાસા બ્રહ્મ ખત્રી સમાજનું ગૌરવ વધારેલ છે
જીપીએસસી ક્લાસ વનમાં સમગ્ર ગુજરાતમાં રેન્ક ૩ મેળવી સમાજ નુ તથા મોડાસા નુ ગૌરવ વધારેલ છે.
તેઓએ સૌપ્રથમ મ્યુનિસિપલ ઇજનેર તરીકે બાયડ નગરપાલિકામાં ફરજ બજાવેલ. અને ત્યારબાદ હાલમાં તેઓ મદદનીશ ઈજનેર તરીકે સિંચાઈ ખાતામાં ફરજ બજાવી રહ્યાં છે.
૬ વર્ષમાં જીપીએસસીની ૬ મુખ્ય પરીક્ષા તથા ૫ ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તેઓએ ક્લાસ વન પોસ્ટ હાંસલ કરી છે. જે બદલ સૌ આત્મીયજનો એ તેને શુભેચ્છા પાઠવી હતી.
નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. તેવું તેઓએ સિદ્ધ કરી બતાવ્યું.