30 C
Ahmedabad
Monday, March 17, 2025

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાના સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે સિનિયર સિટીઝન સન્માન નો કાર્યક્રમ યોજાયો


શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા નીત નવા કાર્યક્રમ નું આયોજન કરે છે. ચાલુ વર્ષે સુવર્ણ જયંતી વર્ષ હોય એસોસિયેશન સાથે છેલ્લા 50 વર્ષથી જોડાયેલા વડીલ વેપારીઓ નો સન્માનનો કાર્યક્રમ મોડાસા સ્કૂલના શ્રીમતી સાવિત્રીબેન બીપીનકુમાર શાહ સભાખંડમાં યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં ઉદ્ઘાટક તરીકે ઈસ્માઈલભાઈ જે દાદુ અને પંકજભાઈ બી બુટાલા, મુખ્ય મહેમાન તરીકે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનકુમાર આર શાહ, મ.લા.ગાંધી ઉ. કે.મંડળના પૂર્વ પ્રમુખ ડો.મુકુંદભાઈ વિ. શાહ, વાડીલાલ હીરાલાલ ગાંધી બહેરા મૂંગા શાળા ના પ્રમુખશ્રી ડો. ટી બી પટેલ તથા મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ બી શેઠ એસોસિએશનના પ્રમુખ રમણભાઈ જે. પ્રજાપતિ, મંત્રી મુકુન્દકુમાર એસ શાહ, ઉપપ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ શાહ અને પ્રવીણભાઈ પટેલ સહમંત્રી શ્રી મનીષભાઈ ભાવસાર ખજાનચી શ્રી જયેશભાઈ ગાંધી, ફંડ કમિટી કન્વીનર સલીમભાઈ દાદુ અને સોવેનીયર કન્વીનર જગદીશભાઈ ભાવસાર તેમજ સલાહકાર બોર્ડના સૌ સભ્યશ્રીઓ અને 65 વર્ષથી ઉપરની ઉંમરના સન્માનિત વડીલ વેપારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 76 વડીલોનું માનપત્ર અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. મંચસ્થ સૌ મહેમાનોએ વડીલોને પ્રોત્સાહિત કર્યા હતા અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે શ્રી પિયુષભાઈ પટેલ દ્વારા આદરણીય વડીલ ઈસ્માઈલભાઈ દાદુ અને પંકજભાઈ બુટાલા નું ખાસ શાલ અર્પણ કરીને સન્માન કર્યું હતું.

Advertisement

કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મંચસ્થ મહેમાનો દ્વારા કર્યા બાદ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રમુખશ્રી રમણભાઈ પ્રજાપતિ એ કર્યું હતું અને કાર્યક્રમ વિશેની વિસ્તૃત માહિતી ચેરમેન શ્રી પંકજભાઈએ રજૂ કરી હતી. કાર્યક્રમમાં શ્રી ઇસ્માઈલભાઈ દાદુએ સૌને ખાસ આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમમાં પ્રોજેક્ટ કન્વીનર મયુરભાઈ બુટાલા નો શુભેચ્છા સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 200 ઉપરાંત સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી મુકુન્દ એસ. શાહે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંડળીના મેનેજર નરેશભાઈ તથા સ્ટાફનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.

Advertisement

કાર્યક્રમનું આભાર દર્શન સહમંત્રી મનીષભાઈ ભાવસારે કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!