અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ચોરીમાલા ગામની ચોરીમાલા પ્રાથમિક શાળા અને ચોરીમાલા ક્લસ્ટરની અન્ય પ્રાથમિક શાળાઓમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી આનંદ, ઉત્સાહભેર યોજાઈ હતી.પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ નાના – નાના ભુલકાઓએ રાસ – ગરબા દરમિયાન ઉત્સાહભેર ભાગ લીધો હતો.બાળકો મન મુકીને ઝુમી ઉઠ્યા હતા. પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફ પરીવારના શિક્ષકોએ પણ નવરાત્રી દરમિયાન ગરબાનો આનંદ માણ્યો હતો.નવલી નવરાત્રીના પવિત્ર પાવન મહોત્સવમાં ચોરીમાલા ક્લસ્ટરના સી.આર.સી. કો.ઓર્ડીનેટર ડો. વિજયકુમાર જાદવ જોડાયા હતા.
Advertisement
Advertisement