સર્વોદય સેવા સંઘ વાંકાનેર સંચાલિત શેઠ જે. એમ. તન્ના વિદ્યાવિહાર, વાંકાનેર ગામમાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.
ડો. કનુભાઈ એમ. ઠાકર ની અઘ્યક્ષતામાં યોજાયો હતો.વન સંરક્ષક રાજુભાઈ બામણીયા, મનીષાબેન કટારા, ભાવનાબેન હડુલા હાજર રહ્યા હતા. વાંકાનેર હાઈસ્કુલના ભૂતપૂર્વ વિધાર્થી અને દયા ફાઉન્ડેશન ગુજરાત રાજયના ઉપાધ્યક્ષ મહેરૂ ગામના વતની રાજેશભાઈ કોટવાલે સરીસૃપ પ્રાણીઓની વિશેષ ગુજરાતમાં જોવા મળતી સાપની 64 પ્રજાતિઓમાંથી 4 ઝેરી સાપની વિગતો સમજાવી હતી. સર્પદંશ સમયે અને પછીની લેવાની કાળજી સંદર્ભે સુંદર રીતે સમજાવી હતી. સાચી અને જરૂરી માહિતી મેળવાનો આનંદ વિદ્યાર્થીઓના ચહેરા પર સ્પષ્ટ જોવા મળ્યો હતો.