28 C
Ahmedabad
Tuesday, January 21, 2025

‘વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત’, કેપિટલ સિટી ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું


ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ સરકારી ઈમારતો શણગારાઈ
શહેરીજનો નયનરમ્ય લાઈટિંગનો નજારો જોઈ અભિભૂત

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાશે. જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ કરવામાં આવ્યું છે.

Advertisement

જનભાગીદારીથી યોજાનાર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગરની વિવિધ સરકારી ઈમારતો આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે, જેમાં ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર- દાંડી બ્રિજ, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ ઈમારતો પર રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના વિવિધ સ્થળોને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવતાં, આ નજારો જોઈ શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

જીગર બારોટ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!