32.5 C
Gujarat
Sunday, August 2, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડા એસ.ટી.બસ ડેપોમાં કર્મચારીઓ નો ત્રિ-માસિક મેડીકલ ચેક અપ કેમ્પ...

અરવલ્લી : ભિલોડા એસ.ટી.બસ ડેપોમાં કર્મચારીઓ નો ત્રિ-માસિક મેડીકલ ચેક અપ કેમ્પ યોજાયો

0
143

ગુજરાત રાજય સરકારની ગાઈડ લાઈન મુજબ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, અરવલ્લીની સુચના અનુસાર ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ, હિંમતનગર વિભાગ, ભિલોડા એસ.ટી.બસ ડેપોના તમામ કર્મચારીઓ, અધિકારીઓના ત્રિ-માસિક મેડીકલ ચેક – અપ અંતર્ગત ડો. વી.સી.ખરાડી, તાલુકા આરોગ્ય અધિકારી, ભિલોડાના માર્ગદર્શન હેઠળ એ.કે.બરંડા – ભિલોડા એસ.ટી.બસ ડેપો – મેનેજર, ડી.એમ.સુથાર – ટી.આઈ. ની હાજરીમાં એસ.ટી.ડેપોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મુનાઈ મેડીકલ ઓફિસર ડો. એ.કે.ચૌધરી, ડો. દિપ્તીબેન ઘોઘરા, સ્ટાફ દ્વારા મેડીકલ કેમ્પ નું અયોજન કર્યું હતું.જેમાં દરેક કર્મચારીઓ નું બી.પી., સુગર, એન.સી.ડી. સ્ક્રીનીંગ વગેરે કરવામાં આવ્યું હતું.આ તબક્કે S.B.C.C. ટીમ ના સંજયભાઈ બારોટ એ આરોગ્ય વિષયક માહિતી અને જાણકારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!