નવરાત્રિ મહોત્સવ માણવા નીકળેલ બે યુવકો અકસ્માતમાં મોત ને ભેટતાં નવરાત્રિનું પર્વ બંને પરિવાર માટે શોકોત્સવમાં ફેરવાયું
મોડાસાના જાણીતા જીમ ટ્રેનર અને વેઇટ લિફ્ટિંગમાં નામના ધરાવતા કેલિન પાટીલના મોતથી યુવકોમાં શોકગની
બંને પરિવારના કુલદીપક બુઝાઈ જતા મોડાસા શહેર અને તલોદના કઠવાડા ગામના ગમગીની છવાઈAdvertisement
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના માળકંપા નજીક વહેલી સવારે બે બાઈક સામ સામે ભટકતા ગમખ્વાર અકસ્માતમાં બંને બાઇક ચાલકોના ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડી જતા ગયા હતા બાઇક સવાર અન્ય એક યુવકના શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો અકસ્માતને પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતક યુવકની લાશને મોડાસા અર્બન સેન્ટરમાં પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મૃતક કેલિન પાટીલ ના પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું કેલિન પટેલના મિત્રો મોટી સંખ્યામાં અર્બન સેન્ટરમાં દોડી પહોંચ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, વરથું ગામના અને મોડાસા શહેરની ઋષિકેશ સોસાયટીમાં રહેતા અને જીમ કોચ તરીકે જાણીતા કેલિન સુરેશભાઈ પાટીલ નામનો આશાસ્પદ યુવક ગત રાત્રીએ બાઇક લઇ હિંમતનગર શહેરમાં નવરાત્રિ માણવા ગયા હતો વહેલી સવારે હિંમતનગરથી પરત ફરતા માળકંપા નજીક મોડાસા તરફથી આવતી બાઇક વચ્ચે ધડાકાભર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માતમાં બંને બાઈક ચાલકો સહિત અન્ય એક યુવક રોડની સાઇડમાં પટકાતા કેલિન પાટીલ અને કઠવાડાના ચેતનસિંહ જશવંતસિંહ પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બંનેનું સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે કિશનસિંહ રાજુસિંહ પરમારને શરીરે ગંભીર ઇજાઓ પહોચતાં સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાયો હતો અત્રે ઉલ્લેખનીય છેકે સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના કઠવાડા ગામના ત્રણ યુવકો મોડાસા શહેરમાં નવરાત્રિ જોઈ પરત વતન ફરી રહ્યા હતા