કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી, ભિલોડા તાલુકાના રામપુરી ગામની મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી બંદુકની ગોળી મારીને મહિલાનું મોત નિપજાવ્યું
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં દિન-પ્રતિ-દિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડતા વેપારીઓ સહિત પ્રજાજનો ભયભીત જોવા મળે છે.જાણે કે, હવે ગુનેગારોને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી ? ચોરી, લૂંટફાટ, હત્યા, બળાત્કાર, અપહરણ સહિત ચેન સ્નેચિંગના બનાવો વધતા પ્રજાજનો ભયના ઓથાર હેઠળ જીવન ગુજારી રહ્યા છે.
ભિલોડા તાલુકાના રામપુરી ગામમાં છેલ્લા ઘણા સમયથી મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી ગત રાત્રે બંદુકની ગોળી મારીને ૪૫ વર્ષીય મહિલાનું કરૂણ મોત નિપજાવતા ચકચાર મચી જવા પામી છે.ધટના સ્થળે સગાં-સબંધીઓ સહિત લોકોના ટોંળે-ટોંળા એકત્રિત થઈ ગયા હતા.પોલીસે હત્યાના બનાવ સંદર્ભે હત્યારા વિરૂધ્ધ ગુનો દાખલ કરીને ન્યાયિક રીતે વધુ તપાસ હાથ ધરી છે.રામપુરી ગામના હત્યારાને ઝડપી લેવા માટે તેજગતિએ ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતક મહિલાનો મૃતદેહ પી.એમ અર્થે કોટેઝ હોસ્પિટલમાં લવાયો હતો.સગાં-સબંધીઓ હૈયાફાટ રૂદન કરતા હતા.ભિલોડા પોલીસ સ્ટેશન પી. આઈ – એચ.પી.ગામીત એ જણાવ્યું કે, રામપુરી ગામની મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી ગતરોજ મધ્ય રાત્રિએ આશરે બે વાગ્યાના અરસામાં ૪૫ વર્ષીય મહિલા ઉર્મિલાબેન દિલીપકુમાર તબિયાર નામ ની મહિલાના ધરે એકલતાનો લાભ ઉઠાવી મહિલાના જમણા પગના સાથળના પાછળના ભાગે બંદુકથી ફાયરીંગ કરીને મહિલાના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી કરૂણ મોત નિપજાવી હત્યારો પલાયન થઈ ગયો હતો.અરવલ્લી જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંઘીના જાહેરનામાનો સરેઆમ ભંગ કરીને હત્યારો પલાયન થઈ ગયો હતો.
ભિલોડા તાલુકાના રામપુરી ગામના મૃતક મહિલાના પતિ દિલીપકુમાર પુનાજી તબિયાર એ રાજેશ ઉર્ફે રાજેન્દ્રભાઈ નાનજીભાઈ તબિયાર રહે. રામપુરી ગામના હત્યારા વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધારાધોરણ મુજબ વધુ તપાસ હાથ ધરી છે.