હાલમાં જ સમગ્ર રાજ્યમાં અંધશ્રદ્ધાને લઇને કાયદો પસાર થયો હતો, જોકે આ વચ્ચે અંધશ્રદ્ધાને કારણે એક મહિલાએ જીવ ગુમાવવો પડ્યો છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રામપુરી ગામે ડાકણ હોવાનો વહેમ રાખી મહિલાને ગોળી મારી હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. રાત્રીના સમયે ગત મંગવારની મધ્ય રાત્રે બંદુકની ગોળી મારીને ૪૫ વર્ષીય મહિલાનું કરૂણ મોત નિપજાવતા ચકચાર મચી જવા પામી છે. નજીકમાં જ રહેતા કુટુંબી રાજેશ ઉર્ફે રાજેન્દ્રભાઈ નાનજીભાઈ તબિયારે સમગ્ર ઘટનાને અંજામ આપતા ચકચાર મચી જવા પામી હતી. રાત્રીના સમયે બનેલી ઘટનાના થોડા સમય પછી સગાં-સબંધીઓ સહિત લોકોના ટોંળે-ટોંળા એકત્રિત થઈ ગયા હતા, પોલીસે હત્યાના બનાવ સંદર્ભે હત્યારા વિરૂધ્ધ ગુનો દાખલ કરી રામપુરી ગામના હત્યારાને પોલીસે ઝડપી લીધો હતો.
જ્યારે રાત્રીના સમયે આ ઘટના બની ત્યારે રાત્રીના સમયે ઘરે ઉર્મિલાબહેન તેમજ તેના બે પુત્રો ઘરે હતા. પરિજનો જણાવે છે કે, રાત્રીના સમયે ઉર્મિલાબહેન બહાર સૂતા હતા, ત્યારે મધ્યરાત્રીએ દોઢ થી બે વાગ્યાના અરસામાં આરોપી, ઉર્મિલાબહેનના ઘરે આવી ગયો હતો. ઘરની બહાર જાળીમાંથી બંદૂક તાકી, ઉર્મિલાબહેન પર ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ અવાજ થતાં જ ઘરમાંથી તેમના મોટા પુત્ર બહાર દોડી આવ્યા હતા, અને તેમની માતાને કંઈક થયું છે, તેમ માની લેતા, તાત્કાલિક ઘરની અંદર લઈ ગયા હતા.
મૃતક ઉર્મિલાબહેનના પતિ જણાવ્યું કે, કેટલાય સમયથી સામા પક્ષો, કહેતા કે, તું ડાકણ છે, તેમ કહેતા હતા,, આવા આક્ષપો વારંવાર કરતા હતા,, આરોપી તેમના કુટુંબી જ છે,, અને તેઓ પણ નજીકમાં જ રહે છે,, તેમની પત્નિને ડાકણ કહીને આ લોકો માર મારતા હતા,, જોકે નજીકના લોકો આવીને છોડાવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
સંજયકુમાર કેશનાવાલા 8 ઓક્ટોબરના રાત્રિના બે વાગ્યાના અરસામાં ઉર્મિલાબહેન તબિયાર ઘરે સુતા હતા, ત્યારે આરોપીએ બંદૂકનો ઉપયોગ કરી, સાથળના ભાગે મારી હતી,, આરોપી રાજેશ તબિયારની પોલિસે અટકાયત કરી છે,,, મહિલા પર ડાકણનો વહેમ રાખીને આરોપીએ ગોળી મારી દીધી છે.. મહિલાની હત્યા કરનાર આરોપીને, મૃતક ઉર્મિલાબહેનના પુત્રએ સમગ્ર ઘટના પ્રત્યક્ષ જોઈ હતી,,, જેને કારણે પોલિસે તાત્કાલિ આરોપીને પકડી પાડ્યો હતો..
આ પ્રકારની ઘટનાને લઇને સમાજિક કાર્યકરો આગળ આવ્યા છે,, અને આ પ્રકારની ઘટનાઓને રોકવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં સવાલ એ થાય છે કે, આરોપી પાસેથી બંદુક ક્યાંથી આવી, કોણે બંદુક આપી ?