બાયડના તલાટી કમમંત્રીના એ.ટી.એમ કાર્ડ એકટીવ કરવા જતાં એ.ટીએમ કાર્ડ બદલી કરી કોઈ ઇસમ રૂ.પ૦,૯૯૯ ઉપાડી લીધા હતા
Advertisement
બાયડના બેંક ઓફ બરોડામાં એ.ટીએમ બદલીને રૂપિયા ૫૨,૯૯૯ ઉપડી જતાં ચોર ઈસમની વાતથી બજારમાં ચકચાર મચી જવા પામી હતી.
બાયડ પોલીસ મથકે તુપ્તિબેન મનિષભાઈ શાહે નોંધાવેલી ફરીયાદ અનુસાર તા.૨૭-૯-૨૦૨૪ના રોજ બપોરના એક વાગ્યાના સુમારે બરોડા બેંકમાં કામકાજ હોય એ.ટી.એમ એકટીવ કરવાનું હોય જેથી બાયડની બેંક ઓફ બરોડાના બાયડ શાખના એ.ટી.એમમાં ગયાં હતાં ત્યારે એ.ટી.એમ કાર્ડને ચાલુ કરવા માટે એ.ટી.એમ માં કાર્ડ નાખી કાર્ડ ચાલુ કરવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ એ.ટી.એમ કાર્ડ ચાલુ થતુ ન હતુ તે વખતે એક અજાણ્યા ઈસમે બાયડની બેંક ઓફ બરોડા શાખાના એ.ટી.એમમાં આવેલ હતો તે હિન્દી ભાષા બોલતો હતો જેથી તે ઈસમને એ.ટી.એમ કાર્ડ ચાલુ કરવા શીખવાવા જણાવતા તે ઈસમ એ.ટી.એમ કાર્ડ ચાલુ કરતા શીખવાડતો હતો ત્યાર બાદ મારા મોબાઈલમાં બેંક ઓફ બરોડાની એપ્લીકેશન ચાલુ થતી ન હોય જેથી બરોડા બેંકમાં ગઈ હતી. ત્યાંનાં કર્મચારી એપ્લીકેશન ચાલુ ન થતી હોવાની વાત કરતા બેંકના કર્મચારી મારી સાથે એ.ટી.એમમાં આવેલ એ.ટી.એમ કાર્ડને ચાલુ કરવા માટેની પ્રક્રિયા કરતા હતા પરંતુ કાર્ડ ચાલુ ના થતાં આ એ.ટી.એમ કાર્ડથી પૈસા ઉપાડવાના માટે પ્રયત્ન કરેલ પરંતુ એ.ટી.એમ લોક હતુ જેથી બેંકના કર્મચારીએ બેંકમાં જઈ એ.ટી.એમ લોક બાબતે તપાસ કરતા એ.ટી.એમ કાર્ડ બદલાઈ ગયેલ હતું.
મારા એક બીજા નામનું વ્યક્તિનું એ.ટી.એમ આવી ગયું હતું ત્યારબાદ -મોબાઇલમાં મેસેજ આવેલ જેમાં એ.ટી.એમ કાર્ડથી રૂ.૪૯૯૯૯ ઉપડેલ હોવાનું દર્શાવતું હતુ ત્યારબાદ , ૩૦૦૦ ઉપડેલના મેસેજ આવેલ હતા આ ઈસમે જુદા જુદા દિવસે એ.ટી.એમ કાર્ડનો ઉપયોગ કરી કુલ રૂપિયા ૫૨,૯૯૯
રૂપિયા ઉપાડ કરેલ હતા બાયડ પોલીસે તૃપ્તીબેન મનિષભાઈ શાહ (રહે.ગીરીરાજ સોસાયટી બાયડની ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.