અરવલ્લી જિલ્લાના મેઘરજ બાયપાસ રોડ પર આવેલી એક ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. 10 ઓક્ટોબર ગુરૂવારના રોજ મોડી રાત્રીના 10:00 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગતા લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાનમાં રહેલો સામાન બનીને ખાસ થઈ ગયો હતો. દુકાનદાર નું કહેવું છે કે, નજીકમાં આવેલ વીજ ડીપીમાં ભડાકા થયા હતા, જેને કારણે આગ લાગવાની ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો… દુકાનદારનું કહ્યું છે કે, વીજ ડીપીમાં ભડાકા થવાને કારણે, દુકાનના એસીમાં આગ લાગી હતી, ત્યારબાદ, આગ પ્રસરી હતી.
વીજ ડીપીને કારણે આલગ લાગવાની ઘટનાને પગલે,દુકાનદારમાં નારાજગી જોવા મળી હતી.