અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના બાયલ ગામે શ્રી પંચદેવ બ્રહ્માણી માતાજીના મંદિરે આઠમ નિમિત્તે હવન યોજાયો..
જગતજનની ભગવતી માં અંબાના પર્વ એવા, નવરાત્રી ના આઠમા નોરતે, મોડાસા તાલુકાના બાયલ ગામે હવન યોજાયું હતું.. પંચદેવ મંદિર ખાતે આસો સુદ આઠમ ના દિવસે વર્ષો થી ચાલી આવતી, પ્રાચીન વિધિ તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રહ્માણી માતાજી ખાતે હવનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.. મંદિર ના આદ્યસ્થાપક સદ્દગુરૂ મહંત શિરોમણી ચંદ્રવદન વ્યાસ ની પ્રેરણાથી દર વર્ષે હવન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે.. નિત્યક્રમ પ્રમાણે આઠમ નું હવન યોજાય છે,જેમાં હવન પ્રારંભ સવારે ગણપતિ ભગવાન અર્ચના, ૬૪ યોગિની પૂજન, વિષ્ણુ – લક્ષ્મી પૂજન, મહાદેવજી અને મહાલક્ષ્મી મહાવિદ્યા માતાજી પૂજન અને અંતે બપોરે હવન ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પાવનકારી પર્વના દર્શન નો લ્હાવો લેવા માટે તમામ ગ્રામજનો આવી પહોંચ્યા હતા.