અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના શામળાજી રોડ પર આવેલા પોલીસ હેડક્વાટરમાં દશેરાના દિવસે પોલીસ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એએસપી સંજય કેશવાલા,નાયબ પોલીસ અધિક્ષક ડાભી અને પોલીસ અધિકારીઓની હાજરીમાં શસ્ત્રોની સાથે વાહનોની પૂજા કરવામાં આવી હતી
વિજયાદશમી નિમિત્તે મોડાસા પોલીસ હેડક્વાટર ખાતે દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. ભગવાન રામચંદ્રજીએ આસૂરી શક્તિ ધરાવતા રાવણને હણીને વિજય પ્રાપ્ત કર્યો હતો. તે દિવસને ભારતમાં વિજયદશમી એટલેકે દશેરા તરીકે ઉજવવામાં આવે છે.અરવલ્લી હેડક્વાટર ખાતે પ્રતિવર્ષ શસ્ત્ર પૂજન કરાય છે. એએસપી સંજય કેશવાલાની હાજરીમાં પોલીસ વિભાગના શસ્ત્રોની શાસ્ત્રોકત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવી હતી.ASP સંજય કેશવાલાએ જણાવ્યું હતું કે, શસ્ત્રો થકી સમાજની સુરક્ષા અને સેવા કરવાની શકિત મળી છે અને આજના દશેરાના પાવન અવસરે શસ્ત્રોની પૂજા કરી ધન્યતા અનુભવ કરી રહયો છું