શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા પંથકમા દશેરા પર્વની ઉજવણી ધામધુમથી કરવામા આવી હતી. જેના લઈને ગ્રામીણ વિસ્તારોમા પણ હોમહવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શહેરા તાલુકાના આવેલા ખોડીયાર મંદિર ખાતે સ્થાપિત નવરાત્રી મહોત્સવના ગરબાનુ સમાપન કરવામા આવ્યુ હતુ. મદિંર ખાતે દશેરા નિમિતે હોમહવન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે નવરાત્રીનુ આયોજન દર વર્ષે કરવામા આવ્યુ હતુ. ખોડીયાર મંદિર ખાતે જવારા તેમજ ગરબા સ્થાપિત કરવામા આવ્યા હતા. નવ નવ દિવસ ગ્રામજનો દ્વારા રાસ –ગરબાની મોડી રાત સુધી રમઝટ બોલાવી હતી.દશેરા નિમિત્તે ખોડીયાર મંદિર ખાતે હોમ હવન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમા ગામના આગેવાનો સહિત સૌ કોઈએ હાજરી આપી હતી. આરતી પુજન બાદ નાળિયેર હવન કરવામા આવ્યુ હતું. ત્યારબાદ દિકરીઓએ ગરબાને માથે લઈ વાજતે ગાજતે સ્થાપિત ગરબા અને જવારાઓને તળાવમા વિસર્જીત કરવામા આવ્યુ હતુ. ગ્રામજનો માટે મહા પ્રસાદનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ.નવરાત્રી પર્વ સમાપન થયો હતો.