માતા-પિતા સંતાનનું સ્વપ્ન સાકાર કરવા દેવું કરીને તેને વિદેશ મોકલે અને સંતાન કપાતર પાકે ત્યારે કરુણાંતિકા જન્મ લેતી હોય છે
યુવા પેઢીની વિદેશ જવાની ઘેલછા,પશ્ચિમી સંસ્કૃતિ પચાવી ન શકતા અનેક યુવાનો દેવાના ખપ્પરમાં બરબાદ
મોડાસા શહેરમાં એક ખૂબ જ આઘાતજનક ઘટના બની હતી જે માતા પિતા તેમના સંતાનોને બહુ જ ગૌરવ લેતા મોટી લોન લઈને કે દેવું કરીને વિદેશમાં અભ્યાસ કે તે પછી સ્થાયી થવા મોકલે છે તેઓ માટે લાલબત્તી સમાન આ કરુણાંતિકા છે ભલે બધા સંતાન આ ઘટનામાં છે તેવા નથી હોતા પણ સમાજમાં એવા કેટલાયે માતા પિતા તો છે જ જેઓ ઘરમાં ડુસકા ભરીને કે ડીપ્રેશનમાં સરકી જઈને જીવન જીવતા હશે અને બહારથી તમાચો મારી ગાલ લાલ રાખતા હશે મોડાસા શહેરની નામાંકિત સોસાયટીમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધ માતા-પિતા માટે ગત રાત્રી ભયાવહ સાબિત થઈ હતી
મોડાસા શહેરમાં રહેતા માતા-પિતાએ પુત્રને લાડકોડ થી ઉછેરી પુત્રના સારા ભવિષ્ય માટે ઓસ્ટ્રેલિયા મોકલ્યો હતો પુત્ર ઓસ્ટ્રેલિયા સ્થાઈ થયા બાદ પશ્ચિમી સંસ્કૃતીના મોહમાં દેવું થઈ જતા મોડાસામાં પરત ફર્યો હતો અને તેનું દેવું પૂરું કરવા વૃદ્ધ માતા-પિતાને માનસિક અને શારીરિક ત્રાસ આપતો રહેતો હતો ગત રાત્રીએ કપાતર પુત્રએ 80 વર્ષીય વૃદ્ધ માતા-પિતાને ઘરમાં પૂરી દઈ ઘર વેચવા દબાણ કરી મારઝૂડ કરતા માતા-પિતાએ પુત્રના મારથી બચવા બૂમાબૂમ કરતા નજીકમાં રહેતા પાડોશીએ 181 અભયમ હેલ્પલાઇનને જાણ કરતા ટીમ તાબડતોડ સ્થળ પર પહોંચી હતી અને પુત્રના મારમાંથી વૃદ્ધ માતા-પિતાને બચાવી લીધા હતા વિદેશથી પરત ફરેલ પુત્ર પાડોશીઓ સાથે પણ અસભ્ય વર્તન કરતો હતો
અરવલ્લી 181 અભયમ હેલ્પલાઇન ટીમના કાઉન્સિલર ચેતના ચૌધરી અને તેમની ટીમે વિદેશીથી પરત ફરેલ પુત્રને કાયદાકીય ભાષામાં સમજાવતા અને પોલીસ ફરિયાદની ચીમકી ઉચ્ચારતા માથા ફરેલ પુત્રને તેની ભૂલનો અહેસાસ થતાં અને પાસપોર્ટ જપ્ત થવાનો ડર પેદા થતાં માતા પિતાને પગે પડી કરગરવા લાગ્યો હતો અને માફી માંગી લેખીતમાં બાહેંધરી આપી હતી કે હવે પછી માતા-પિતાને હેરાન નહીં કરે જણાવતાં માતા-પિતાએ મોટું મન રાખી કપાતર પુત્રને માફ કરી દઈ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો