33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines પંચમહાલ: શહેરા વનવિભાગનો સપાટો,વાઘજીપુર થી કંકુથાંભલા રોડ ઉપર પાસ પરવાના વગર લાકડા...

પંચમહાલ: શહેરા વનવિભાગનો સપાટો,વાઘજીપુર થી કંકુથાંભલા રોડ ઉપર પાસ પરવાના વગર લાકડા ભરેલી એક ટ્રક ઝડપી પાડી કાર્યવાહી

0
97

શહેરા,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરવાના વગર લાકડાની હેરાફેરી બેરોકટોક કરવામાં આવી છે. જે ચોક્કસ બાતમીના આધારે શહેરા વનવિભાગ દ્વારા વાઘજીપુર થી કંકુથાંભલા રોડ ઉપર પાસ પરવાના વગર લાકડા ભરેલી એક ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે શહેરા વનવિભાગની ટીમની કાર્યવાહીના પગલે પાસ પરવાના વગર લાકડાની હેરાફેરી કરનારાઓમા ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પ્રાપ્તવિગતો અનુસાર શહેરા વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર. વી. પટેલ ની સુચના નાં આધારે ફોરેસ્ટ વિભાગના આર એસ ચૌહાણ, એસ બી માલીવાડ ,જી ટી પરમાર કે આર બારીયા દિલીપભાઈ ભુરાભાઈ સહિતના ફોરેસ્ટ વિભાગની ટીમે ગઈકાલે વાઘજીપુર થી કંકુ થાંભલા રોડ ઉપર
નાઈટ પેટ્રોલીંગ સમયે એક લાકડા ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી જેને ઉભી રાખી તપાસ કરતા તેમા લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલા હતા. આ મામલે પાસ પરમીટ માગતા ચાલક પાસે મળી આવ્યા ન હતા.આથી વનવિભાગ દ્વારા પરવાના વગર લાકડા ભરેલી ટ્રકને શહેરા વનવિભાગની રેન્જ ઓફીસ ખાતે લઇ જવામાં આવી હતી.શહેરા વનવિભાગ દ્વારા લાકડા ભરેલી ટ્રક સહિત પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત
કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરા વનવિભાગ દ્વારા લાકડાની પરવાના વગર હેરાફરી કરનારાઓ સામે લાલ આંખ કરતા ફફડાટ મચી જવા પામ્યો હતો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!