હાલ અરવલ્લી જિલ્લામાં ભેંસો ચોરોની ગેંગ સક્રિય થઇ હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે તો તેની સામે પોલિસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે જેમાં એકજ અઠવાડિયામાં ભેંસો ચોરીની ત્રણ ઘટના બનતા પશુપાલકો માં ભારે ડરનો માહોલ છે તો બીજી તરફ પોલિસ ઊંઘમાં તો નથી ને એ પણ એક સવાલ ઉભો થયો છે
મેઘરજ તાલુકામાં અંતરિયાર વિસ્તાર અને રાજેસ્થાન ની બોડર પર આવેલા ગામઓમાં છેલ્લા એક અઠવાડિયામાં ચોરીની ચાર ઘટનાઓ સામે આવી છે જેમાં ફરી એક વાર દિવસે ભેંસ ચોરાઈ ની ઘટના સામે આવી ઇસરી વિસ્તારમાં જ્યાં ઇસરી પોલિસ સ્ટેશન આવેલું છે ત્યાંજ તેજ ગામમાં પટેલ છાપરા ગામ પાસે ઇસરી ગામમાં રોડ પર ખેતરમાં બાંધેલી ભેંસ ચોરાઈ ની વધુ એક ઘટના સામે આવી છે જેમાં ઇસરી ગામના ચમાર બાલાભાઈ અરખાભાઈ જેઓની ભેંસ ખેરમાં બાંધેલી હતી અને તેઓ સાંજના સમયે ચાર થી પાંચ વાગ્યાના અરસામાં ખેતરમાં પોહ્ચ્યા ત્યાં ભેંસ બાંધેલી હાલતમાં હતી નહિ અને દોરડું કાપેલી હાલતામાં જોવામાં મળતા આજુ બાજુ ભેંસ અંગે તપાસ કરી પરંતુ ક્યાં પણ ભેંસ જોવા ન મળતા આખરે ભેંસ ચોરાયા ની શંકા અનુભવતા પશુ પાલક એ ઇસરી પોલિસ સ્ટેશન ખાતે ભેંસ ચોરાયા અંગેની જાણ કરવા પોહ્ચ્યા હતા
સતત એકજ અઠવાડિયામાં ભેંસો ચોરવાની ત્રણ ઘટના સામે આવતા ઇસરી પોલિસ કયાક ચોરોને પકડવામાં નિષ્ફર હોય તેવું લાગી રહયું છે જેમાં સૌ પહેલા પટેલ છાપરા ગામે એ મહિલાની બે ભેંસો ચોરાઈ તો રેલ્લાંવાડા ખાતે પણ તબેલામાંથી ભેંસો ચોરાવાનો નિષ્ફ્ળ પ્રયત્ન નિવડ્યો અને ઇસરી ખાતે ભર દિવસે ભેંસ ચોરાયાની ઘટના સામે આવી છે આ બધી ઘટના સામે હવે ઇસરી પોલીસ ભેંસ ચોરોની ગેંગ ને પકડે તેવી લોક માંગ સેવાઈ રહી છે