29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

0
124

હાલ રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અનુસંધાને અરવલ્લી જિલ્લા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મોડાસાના મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે આયોજિત કરવામાં આવેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં, નગરજનોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેમાં ગરબા, નાટક તેમજ ડાયરા નો સમાવેશ થયો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકે, જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, અધિક કલેક્ટર, મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ, મોડાસા પ્રાંત અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના ડાયરેક્ટર, મોડાસા મામલતદાર ગોપીબેન મહેતા, સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમને રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ના અધિકારી પ્રકાશ કલાસવા અને રાકેશ પટેલ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરીને સફળ બનાવ્યો હતો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!