રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં સ્પા ની આડમાં ગેરકાયદેસર અનૈતિક પ્રવૃત્તિઓ ના કિસ્સાઓ સામે આવતા હોય છે જોકે, આવી પ્રવૃત્તિઓ ઓછી થવાને બદલે, સતત વધી રહી હોય તેવું સ્પષ્ટ લાગે છે. અરવલ્લી જિલ્લામાં LCB, SOG, મોડાસા ટાઉન અને મોડાસા ગ્રામ્ય પોલિસની નાક નીચે સતત ગેસ્ટહાઉસમાં ગોરખધંધાઓ ચાલી રહ્યા છે, જોકે પોલિસને કંઈ જોવાતું ન હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, મોડાસા આસપાસના વિસ્તારના એક ગેસ્ટહાઉસમાં ચાલતા ગોરખધંધાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જોકે હજુ પોલિસ નિંદ્રાધીન છે.
થોડા દિવસ પહેલા રાજસ્થાનના બાડમેરમાં IAS ટીના ડાભીએ સ્પા ની આડમાં ચાલતા ગોરખધંધા નો પર્દાફાશ કર્યો હતો, જોકે ગુજરાતમાં આવું થાય છે પણ તંત્રને કંઈ જ દેખાતું ન હોય તેવું લાગે છે. રાજસ્થાન ની સરહદે આવેલા અરવલ્લી જિલ્લામાં ઘણાં સમયથી સ્પા ની આડમાં ગોરખધંધા ચાલતા હોવાના વીડિયો સામે આવી ચુક્યા છે, તો બીજુ બાજુ અરવલ્લી જિલ્લામાં કથિત ગેસ્ટહાઉસમાં ચાલતા ગોરખધંધાનો વીડિયો વાઇરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શૈક્ષણિક નગર મોડાસા માં આ પ્રકારના ગોરખધંધા બંધ કરાવવાની કોઈની હિંમત ચાલતી નથી, જેથી આવા ધંધા ચલાવતા અસામાજિક તત્વોની હિંમત દિવસે ને દિવસે બમણી થતી જાય છે. પોલિસ અને વહીવટી તંત્ર માત્ર મુક દર્શક બની રહ્યું છે.
મોડાસા પંથકમાં ચાલતા એક ગેસ્ટહાઉસમાં ગ્રાહકોને આકર્ષવા માટે સંચાલકે રીતસરનો વોટ્સ એપ પર સ્ટેટસ મુકતો હોય છે, કોઈપણ રોજગાર ધંધાનો વ્યાપ વધારવા માટે વેપારી જાહેરાત કરે છે, જોકે આવા અનૈતિક પ્રવૃત્તિઓ કરનાર સંચાલકો હવે બેફામ બની, એક સર્કલ બનાવી, ગ્રાહકો સુધી આકર્ષક ફોટો પહોંચાડી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી છે.
અરવલ્લી જિલ્લામાં ચાલતી આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે મોડાસા ટાઉન, મોડાસા ગ્રામ્ય, LCB તેમજ SOG ની ટીમ કયા પ્રકારની કામગીરી કરે છે તે સવાલ છે. વીડિયો વાયરલ થતાં હવે પોલિસ કામગીરી કરે છે કે નહીં તે સવાલ છે. એટલું જ નહીં સ્થાનિક પોલિસની નાક નીચે આવા તત્વોને જાણો ખુલી છૂટ આપી દેવાઈ હોય, તેવું પણ સ્પષ્ટ લાગે છે.