અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં અંધશ્રદ્ધા ની કથિત બે ઘટનાઓ સામે આવી છે, જોકે પોલિસ આવી ઘટનાઓને ડામવા નિષ્ફળ સાહિત થતી નજરે પડે છે. ભિલોડા તાુલાકાના રામપુરી ગામે મહિલા પર ડાકણનો વહેમ રાખી બંદુકની ગોળી મારી હત્યા થઈ તો બે દિવસ પહેલા મહિસાગર જિલ્લાના ખાનપુરની મહિલા ભુવા પાસે જતાં આકડાના મુળિયાનું પાણી પિવડાવ્યા નો આક્ષેપો થયા હતા, કમનસીબે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ પ્રકારની ઘટનાઓ જોતા કોઈ નક્કર પગલ ક્યારે લેવાશે અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી આવી અંધશ્રદ્ધાની હાટડીઓ ક્યારે બંધ થશે તે સવાલ છે.
હાલમાં ભિલોડા તાલુકાના રામપુરી ગામે ડાકણ હોવાનો વહેમ રાખી મહિલાને ગોળી મારી હત્યા કરી દેવાની ઘટના સામે આવી હતી. રાત્રીના સમયે બંદુકની ગોળી મારીને ૪૫ વર્ષીય મહિલાનું કરૂણ મોત નિપજાવતા ચકચાર મચી જવા પામી હતી. નજીકમાં જ રહેતા કુટુંબી રાજેશ ઉર્ફે રાજેન્દ્રભાઈ નાનજીભાઈ તબિયારે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. મધ્યરાત્રીએ દોઢ થી બે વાગ્યાના અરસામાં આરોપી, ઉર્મિલાબહેનના ઘરે આવી ગયો હતો. ઘરની બહાર જાળીમાંથી બંદુક તાકી, ઉર્મિલાબહેન પર ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ અવાજ થતાં જ ઘરમાંથી તેમના મોટા પુત્ર બહાર દોડી આવ્યા હતા, અને તેમની માતાને કંઈક થયું છે, તેમ માની લેતા, તાત્કાલિક ઘરની અંદર લઈ ગયા હતા. પોલિસે આરોપીને ઝડપી પાડ્યો છે, જોકે હજુ પોલિસ આરોપી પાસેથી બંદુક કેમ કબજે કરી શકી નથી તે સવાલ છે.
ભિલોડા ટાઉન, LCB અને SOG ની ટીમ હોવા છતાં બંદુક ન મળતા ઘૂંટાતું રહસ્ય!
અરવલ્લી જિલ્લા પોલિસ માં LCB, SOG તેમજ ભિલોડા પોલિસ ડાકણ કેસ મામલે તપાસ કરી રહી છે, જોકે હજુ પોલિસ આરોપી પાસે બંદુક કેવી રીતે આવી તે અંગે તપાસ કરવામાં અસમર્થ બની છે. જો આરોપીએ કોઈ અન્ય વ્યક્તિને બંદુક આપી દીધી હોય અને તે વ્યક્તિ કોઈ ગુનાને અંજામ આપી દે તો? આ અંગે ભિલોડા ટાઉન PI સાથે Mera Gujarat ની ટીમે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે, આરોપી આ અંગે કંઈ બોલવા તૈયાર નથી. સામાન્ય કેસમાં પોલિસ છેક આરોપીની કુંડળી બહાર લાવી દેતી હોય છે, જોકે આવા ગંભીર કેસમાં હજુ પોલિસ બંદુક શોધી શકતી નથી, તે એક યક્ષ પ્રશ્ન છે.
શું હતી, સમગ્ર ઘટના, તે જુઓ