29.1 C
Gujarat
Saturday, September 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે શરદ પૂનમને લઇને ભક્તોની ભારે ભીડ

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે શરદ પૂનમને લઇને ભક્તોની ભારે ભીડ

0

શરદ પૂમને લઇને રાજ્યના વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી, ત્યારે અરવલ્લી જિલ્લાના
યાત્રાધામ શામળાજી ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.. શરદપૂર્ણિમા હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો… વહેલી સવારથી જ ભક્તો કાળીયા ઠાકોરના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં લાંબી કતારોમાં લાગી ગયા હતા.. ભગવાન શામળીયાના દર્શન કરવા માટે ભક્તોમાં એક ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

શરદ પૂનમને લઇને યાત્રાધામ શામળાજી ખાતે બિરાજમાન ભગવાન શામળીયાને સુંદર વાધા પહેરાવવામાં આવ્યા હતા.. આ સાથે જ ભગવાન શામળીયાને સોનાના આભૂષણો થી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.. સમગ્ર મંદિર પરિસર જય રણછોડ માખણ ચોર ના નાદ સાથે ગુંજી ઉઠયું હતું… ભક્તો પણ કાન્હાના ગીતો ગાતા ભક્તિમાં લીન થઈ ગયા હતા… ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, સાથે જ યાત્રાધામ શામળાજી ખાતે પૂનમને લઇને પોલિસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!