છેવાડાના વિસ્તારમા કોલેજની કામગીરીથી નેક ટીમ પ્રભાવિત
મોરવા હડફ, પંચમહાલ
ઉચ્ચ શિક્ષણ ની ગુણવત્તા માં ઉત્તરોત્તર સતત વધારો થયા કરે અને સમાજ પ્રત્યે સંસ્થાનું દાયિત્વ કાર્યક્ષમ રીતે પૂર્ણ કરી મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થઇ શકે તેવા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ બેંગ્લોર ની રચના ઘણા સમય પહેલા કરવામાં આવેલી છે આ સંસ્થા દ્વારા દરેક યુનિવર્સિટી- કોલેજની દર પાંચ વર્ષમાં એક વાર તેના દ્વારા નિયુક્ત કરેલી ટીમ સ્થળ પર જઈ રૂબરૂ સંસ્થાની પ્રવૃત્તિ ની ચકાસણી કરી સંસ્થાનું મૂલ્યાંકન કરે છે અને તેનો ગ્રેડ નક્કી કરે છે. આવી જ એક પ્રક્રિયા ના ભાગ રૂપે ત્રણ સભ્યોની બનેલી ઉચ્ચકક્ષાની એક ટીમે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ ખાતે મુલાકાત લીધી હતી.
આ ટીમ માં ડો જોગીન્દ્રસિંહ બિસેન ઓપન યુનિવર્સિટી નાસિક ના પ્રો વાઈસ ચાન્સેલર , પ્રોફે. એસ તલવાર કર્ણાટક તથા આંધ્રપ્રદેશના એક કોલેજના આચાર્ય ડો સત્યનારાયણ એ બે દિવસ માટે સંસ્થાની મુલાકાત લઇ ગત પાંચ વર્ષમાં કરેલ પ્રવૃત્તિ ની ચકાસણી કરી હતી. આ મુલાકાતમાં આચાર્ય ડો કે જી છાયાએ સૌપ્રથમ ગત વર્ષ માં ગત વર્ષોમાં કોલેજે મેળવેલ સિદ્ધિઓ અને આગળ ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે કોલેજ ના આયોજન વિશે માહિતી આપી હતી.
જેમાં કોલેજ ખૂબ ટૂંક સમય પહેલા શરૂ કરાયેલી બે વિષયોમાં યુનિવર્સિટી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે, વિદ્યાર્થીઓને કેમ્પસમાં ફ્રી વાઇફાઇ ની સુવિધા ઉપલબ્ધ કરાવેલી છે, કોમ્પ્યુટર અને ડિજિટલ પેનલ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, તથા અધ્યતન વર્ગખંડોમાં શિક્ષણ આપવામાં આવે છે તેની માહિતી આપી હતી . કોલેજનું સંશોધન ક્ષેત્રે યોગદાન, સામાજિક જવાબદારીઓ માટે કોલેજ એન એસ એસ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા શિક્ષણ સાથે સંલગ્ન એવા સરકાર શ ના જુદા જુદા પ્રકલ્પો માં કોલેજે કરેલી કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ટીમના સભ્યો છેવાડાના વિસ્તારમાં આવેલા આ કોલેજમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓથી નેક ટીમ ખૂબ પ્રભાવિત થયી હતી. આ સુવિધા વચ્ચે વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવતા હજુ વધુ સારી રીતે કેમ આપી શકાય તે માટે તેઓએ હકારાત્મક સૂચનો કર્યા હતા. કોલેજમાં આ કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી જેમાં આઈકયુએસીના કોર્ડીનેટર હિતેન રાવલ, તુષાર ડેઢીયા, સોનિયા ડામોર, પંકજ તિવારી તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો સતોલ વગેરે એ સુંદર કામગીરી કરી સંસ્થાને સારો ગ્રેડ મળે તે માટે સતત પ્રયત્ન કર્યા હતા. આ કક્ષાએ પંચમહાલ ની કોલેજના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સુંદર શૈક્ષણિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો અંતમાં નેક કમિટી દ્વારા કોલેજ હજુ વધુ સારી ગુણવત્તાથી શિક્ષણ કઈ રીતે આપી શકે તે માટે સૂચનોની યાદી આચાર્ય ડો.કે.જી.છાયાને આપવા આવી હતી.